Book Title: Phool Ane Foram
Author(s): Harishbhadravijay
Publisher: Navjivan Granthmala

View full book text
Previous | Next

Page 147
________________ ૧૨૨ કર્મ શાસ્ત્રમાં સૃષ્ટ-બદ્ધ-નિધત્ત-અને નિકાચીતના વિભાગોને થોડા અમે જાણતા હતા પણ લઘુકર્મી જવાબથી સમજાયું કે, પાપ જાણતાં અજાણતાં ભલે થયું પણ તેનું પ્રાયશ્મિત્ત લેવા-માગવા માટે પ્રથમ બે પ્રકારની જ વ્યક્તિ તૈયાર થાય. ફરી ન કરવાની ભાવના એ જ ભાવે. માટે અમે પાત્ર છીએ તે મનોમન સમજાઈ ગયું. હવે કાંઈ પૂછવું છે ? એવો પ્રશ્ન ભાવ યાત્રાના યાત્રીકોને પૂછયો તો તેઓએ કહ્યું કે અધુરું કેમ સાંભળવું ? પૂછી સમાધાન મેળવવું જોઈએ. અષાડી શ્રાવકે દામોદર ભગવાનને મોક્ષ માટે પૂછ્યું હતું. તેથી ગઈ ચાવીસીથી એ પુણ્યવાન આત્માએ પાર્શ્વનાથ ભીની આરાધના શરૂ કરી અંતે ગણધર થઈ મોક્ષે ગયા. તેમ આપણને પણ મોક્ષમાં જવું છે. માટે અવશ્ય પૂછો - યાત્રીકોની ભાવનાને વધારી મેં મહાગોપ એવા વિહરમાન પ્રભુને પૂછ્યું : પ્રશ્ન-૫ : હે અનંતશાનના ધણી! અમે સુલભબોધી કે દુર્લભબોધી? પ્રભુએ અમારા પ્રશ્નનો જવાબ આપતાં પૂર્વે અમને કહ્યું, તમે ક્યા કાળઆરામાં જન્મ્યા છો ? તે વિચારો. જ્યાં પાંચમો આરો ચાલતો હોય તે કાળના પ્રભાવે એ જીવો પણ થોડા ભારે કર્મી એટલે જડ જેવા હોય તે સ્વાભાવિક છે. જ્યાં સુધી એ જીવો બોધ ન પામે ત્યાં સુધી આત્મકલ્યાણકના માર્ગે સ્થિર કેમ થાય ? માટે તમે લઘુકર્મી હોવા છતાં અપેક્ષાએ દુર્લભબોધી છો. જગતના સારથી પ્રભુનો જવાબ સાંભળ્યા પછી અમે આત્મનિરીક્ષણ કર્યું. તેમાં સમજાયું કે, અઈમુત્તા મુનિ જેવા અલ્પકાળમાં કેવળજ્ઞાની થનારા, પ્રાયશ્મિત્ત કરનારા હજી આપણે નથી. ટૂંકમાં “ઠોકર ખાધા વિના સમજનારા નથી' માટે બધાની જે ભૂલ છે તે સુધારવા શું કરવું જોઈએ ? એ પૂછવાનો આગ્રહ રાખ્યો. ભૂલ-ચૂક છે. તેમાંથી બચશું તો જ આ ભાવયાત્રા સફળ થશે. તેથી કલ્યાણ કરવાની, મોક્ષે જવાની શુભ ભાવનાથી પૂછ્યું : પ્રશ્ન-૬ જગતના ભાવ-પદાર્થને જાણવામાં વિચક્ષણ પ્રભુ ! અમે આરાધક છીએ કે વિરાધક ? જગતમાં આચાર-વિચાર-વર્તન-ભાષણાદિ દ્વારા જો સામાન્ય વ્યક્તિને બોધ સામાન્ય થતો હોય તો આ વિચક્ષણ પ્રભુ છે. તેઓ પ્રશ્નનો જવાબ તરત સ્પષ્ટ-સત્ય આપે તેમાં નવાઈ શું ? પ્રભુએ કહ્યું કે, તમે-વિરાધક છો. જવાબ સાંભળી અમારા બધાના મનમાં સહેજ દુઃખ થયું છતાં આરાધકની વ્યાખ્યા સમજવા તમન્ના થઈ. માત્ર એક અક્ષરના ફરકમાં આ જીવ પ્રગતિના

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174