Book Title: Phool Ane Foram
Author(s): Harishbhadravijay
Publisher: Navjivan Granthmala

View full book text
Previous | Next

Page 159
________________ ૧૩૪ જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ; જ્યાં ન પહોંચે કવિ, ત્યાં પહોંચે અનુભવી. મનને પાંચ ગતિનો પ્રવાસી કહ્યો છે. એ જીવને સુખ-દુઃખ આપવા, દેવમનુષ્ય-તિર્યંચ-નરકગતિ ઉપરાંત મોક્ષ-મુક્તિમાં પણ લઈ જવા અપેક્ષાએ સમર્થ છે. આર્તધ્યાનાદિના સહારે મન એ બધું કરી શકે છે. માત્ર એ કાર્ય આત્મલક્ષી કરે છે કે શરીરલક્ષી એ જોવાનું છે. પાંચ મહાવ્રત કે બાર વ્રતમાં બીજા મૃષાવાદ વ્રતને સ્થાન આપેલ છે. અસત્ય ન બોલવું આ વ્રતનો ટૂંકો અર્થ છે. મનથી એ સ્વીકારવામાં આવે તો ઘણાં સંસારના, ધર્મના પ્રશ્નો ઉકેલાઈ જાય. વંદીત્તા સૂત્રમાં આ વ્રતના પાંચ અતિચાર ૧. સહસા (સ્વાભાવિક), ૨. રહસ્સ (ગુપ્તવાતો), ૩. દારે (સ્ત્રીના વચન બીજાને કહેવા), ૪. મોસુવએસ (ઉપદેશ-સલાહ), ૫. કુડલેહેઅ (જૂઠા લેખ, દસ્તાવેજ) વગેરે અતિચારનો સ્વીકાર આ જીવ અશુદ્ધ મન દ્વારા કરે છે. મન દ્વારા આ રીતે બાર વ્રત, અઢાર પાપ સ્થાનક વગેરેની અનિચ્છનીય ક્રિયા-પ્રવૃત્તિથી થાય છે. માટે સુજ્ઞ જીવોએ આત્મહિત માટે પણ તેનાથી દૂર રહેવું હિતાવહ છે. કલાકાર પછી એ ચિત્રકાર હોય કે પ્રવચનકાર હોય. ચિત્ર દ્વારા જોનારને વૈરાગ્યના વિચાર બક્ષી શકે છે ને રંગરાગ કે મોજમજામાં એ ખેંચી શકે છે. ચક્ષુએ મનને સારા વિચા૨ ક૨વા કહ્યું તો ચિત્ર સફળ થયું ને ખોટા વિચાર કરવા કામે ચઢાવ્યું તો પતન થયું. માટે જ મનને ઉત્તમોત્તમ આલંબનમાં રોકી રાખો. સામાયિકની ક્રિયામાં મન તન્મય થઈ ગયું તો સમયનો પણ તેને ખ્યાલ ન રહે. બે ઘડી ક્યાં પૂર્ણ થઈ જાય એ સમજ ન પડે. અન્યથા મન પરાણે સામાયિક કરતું હોય. જીવ અનિચ્છાએ મનને પકડી બેઠું હોય તો ઉડતું પક્ષી આકાશમાં ઉડવા ઝંખે, પાંજરામાં પૂરાયેલ પક્ષી મુક્ત થવા તરફડે તેમ જીવ સામાયિકમાંથી છૂટા થવા ઝંખે.

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174