Book Title: Phool Ane Foram
Author(s): Harishbhadravijay
Publisher: Navjivan Granthmala

View full book text
Previous | Next

Page 165
________________ ૧૪૦ શાસ્ત્રમાં બતાવ્યા છે. જો સાચે જ સમ્યક્ત, સમ્યગૂજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો નીચેની પ્રપંચ કરનારી પાંચ સભ્યોની ટોળીથી અલિપ્ત થાઓ. ૧. અભિગ્રહીક : ખોટી પકડ (હું કહું તે સાચું) ૨. અભિનિવેશિક : શાસ્ત્ર માને પણ સ્વીકારે નહિં. (ભૂખ છે પણ ભોજન કરવું નથી.) ૩. અનાભોગિક : અજાણ, અજ્ઞાનપણું (સંસાર ખારો છે, એ જાણતા નથી, રસપૂર્વક ભોગવવા પ્રયત્ન કરે.) ૪. અનાભિગ્રહિક : સાચાં-ખોટાં જ્ઞાન સંબંધિ ભેદ ન જાણે (ગોળ ને ખોળમાં રહેલ ભેદ જાણતા નથી.) ૫. સાંશયિક : શંકા-કુશંકા કર્યા કરે (સાચી વસ્તુ સમજવાની અશક્તિ, અરુચિ.) જ્ઞાન તારક-ઉદ્ધારક-ઉપકારક છે. એ વાત તર્કશાસ્ત્ર, નયવાદથી સિદ્ધ થઈ શકે છે. છતાં ટૂંકમાં અને સરળ શબ્દમાં ૪ પ્રમાણથી તેને સિદ્ધ કરી લઈએ. ૧. આગમ પ્રમાણ : સિદ્ધાંતથી (જ્ઞાન) દેવ-મનુષ્ય વગેરે જાણે. ૨. ઉપમાન પ્રમાણ : ધૂમાડો જોઈ અગ્નિને માને તેમ. ૩. અનુમાન પ્રમાણ : ગાય જોઈ અનુમાનથી જાણે તેમ. ૪. પ્રત્યક્ષ પ્રમાણ : નજરો નજર જોવાથી સમજે તેમ. અંતે જ્ઞાન સાગર છે. સંસાર દાવાનલ સ્તુતિમાં તેના રચયિતા મહાપુરુષ હરિભદ્રસૂરિ મહારાજે ટૂંકમાં તેનો પરિચય આપ્યો છે, એના ઉપર મનન કરીએ તો પણ આગમ રત્નનો ભંડાર છે. અગાધ છે, સ્યાદ્વાદ સિદ્ધાંતથી સંપૂર્ણ છે. એ બધી વાતો સમજાય જાય, તેના પ્રત્યે પૂજ્ય ભાવ પ્રગટે અને આરાધના કરવા મન તૈયાર થઈ જાય. સરસ્વતી દેવીની આરાધના-કૃપા પ્રાપ્ત કરી ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે અનેક ગ્રંથો અનેક ભાષામાં અને અનેક વિષયો ઉપર લખ્યાં. પૂ. આ. વિજય હેમચંદ્રાચાર્ય મહારાજે જીવનકાળ દરમિયાન ૩ાા કરોડ શ્લોકની રચના કરી જિનશાસનને ભૂલી ન શકાય તેવા અમૂલ્ય ભેટ-વારસો આપ્યો તેમ આપણે સો એ કલ્પવૃક્ષ સમાન જ્ઞાનને આત્મસાત કરીએ એ જ મંગલ કામના.. નમો નમો નાણદિવાયર’

Loading...

Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170 171 172 173 174