________________
ઉપસંહાર...
ગુણનો બચો
સગુણ
અવગુણ સર્વત્ર નિન્દા સંત્યાગો, વર્ણવાદ સાધુપુ,
આપદ્ દેખ્યું અત્યંત, તદ્ વદ્ સંપદિ નતા. ભાવાર્થ : દરેક સ્થળે નિંદાનો ત્યાગ, સાધુના ગુણોની પ્રશંસા, આપત્તિમુશ્કેલીમાં દિનતા છોડી પ્રસન્નતા અને સુખ-સંપતિમાં નમ્રતા (જીવન તો જ શોભે).
સંસારમાં ત્રણ પ્રકારના પુરુષો જોવા મળે છે. ભોગી પુરુષ (ચક્રવર્તી), કર્મ પુરુષ (વાસુદેવ), ધર્મ પુરુષ (તીર્થકર). આ ઉપરથી (૧) સંસારમાં જીવતા ભોગવિલાસમાં ખોવાઈ ગયેલા, (૨) દુષ્કતકર્મનું જ નિર્માણ કરનારા અને (૩) ધર્મારાધના કરી જીવન સફળ કરનારા જીવો આદર્શ, પ્રશંસનીય જીવન જીવે છે. એક કવિએ આજ વાતને બીજા શબ્દમાં ગુંથી છે –
જનારું જાય છે જીવન, જરા જીનવરને જપતો જા,
હૃદયમાં રાખી જીનવરને, પુરાણ પાપ ધોતો જા. ગુણના બગીચામાં વિવિધ જાતિના રંગબેરંગી સુગંધદાર ફૂલો ઉપકારી પુરુષોએ રોપ્યા છે. પરંપરાએ કલ્યાણ મિત્રોએ તેનો ઉછેર કર્યો છે. જેના કારણે
જ્યાં જુઓ ત્યાં જ્યાં જાઓ ત્યાં સગુણની સુવાસ નીચે મુજબ સ સા ની બારાખડીમાં પ્રાપ્ત થશે.
સાન ઃ ભવસાગર તરવાની ઈચ્છા-સન્મતિ. સદ્ભાવના : પાપ વ્યાપારથી બચવા અલિપ્ત થવા-સગતિ
૧૪૧