Book Title: Phool Ane Foram
Author(s): Harishbhadravijay
Publisher: Navjivan Granthmala

View full book text
Previous | Next

Page 164
________________ ૧૩૯ બેસી સામા કિનારે જવાનું છે, ભવપાર ઉતરવાનું છે એ જ ઉપકરણ-સાધનના માટે અજ્ઞાનતાથી અણછાજતું બોલાય છે, તે અનુચિત્ત છે. સમ્યગુજ્ઞાન તારક, ઉદ્ધારક છે. * અવધિજ્ઞાનના સ્વામી થવાની જે મુનિને તક મળી હતી તે મુનિએ જ્ઞાનના બળે દેવગતિના ઈન્દ્રને ઈન્દ્રાણીના પગ દબાવતો જોયો. એટલું જ નહિં મોહનીય કર્મના સામ્રાજ્ય માટે થોડું હસવું આવ્યું અને તેથી પ્રાપ્ત થએલું અવધિજ્ઞાન ખસી ગયું. | પ્રચંડ પુરુષાર્થથી પૂ. ભાનુદત્ત મુનિ ચોદ પૂર્વના જ્ઞાતા થયા. ચૌદ પૂર્વ એટલે ૧૬,૩૮૩ હાથી પ્રમાણ કાચી કાળી શાહી, તેના દ્વારા વર્ષોના વર્ષો સુધી લખે તો પણ ન ખૂટે તેવું જન્મ-મરણ ટાળનારું જ્ઞાન. આટલું જ્ઞાન મુનિએ પ્રાપ્ત તો કર્યું પણ પ્રમાદના યોગે એ બધું ભૂલી ગયા. અંતે ચૌદ પૂર્વના સાર રૂપ નવકાર મંત્રનું શરણું તેઓએ લીધું. ( કમલપ્રભ આચાર્ય એક ચિંતનાત્મક પ્રવચન શક્તિ-લબ્ધિના સ્વામી હતા. વિશ સ્થાનક પદમાંથી તીર્થકર પદના નિકાચના ઉત્કૃષ્ટ રીતે આરાધન દ્વારા કરતા હતા. વીરવાણી શ્રવણ કરવા ચતુર્વિધ સંઘ ઉલ્લાસભેર આવતો હતો. એક દિવસ એક જાની (સાધ્વી)ના સંઘટ્ટાનો બચાવ તેઓએ કર્યો તેથી તીર્થકર નામકર્મનો બંધ ન થયો. નાની ભૂલ મોટું નુકસાન અપાવનાર પૂરવાર થઈ. શાસ્ત્રોમાં અનેકાનેક જ્ઞાન સંબંધિ ટંકશાળી વચનો, સુભાષિતો કહ્યા છે. તેમાં “જ્ઞાન ક્રિયાભ્યાં મોક્ષઃ”, “જ્ઞાનસ્ય ફલ વિરતિઃ” જેવા અનેક છે. તેની સાથે જો આત્મા (૧) જ્ઞાનનું અભિમાન કરે તો વિજયસેનસૂરિ મ.ની જેમ બીજા ભવે રોગી-મૂંગા થવું પડે, સ્થૂલિભદ્રજીને વાચનાનો લાભ બંધ થયો. (૨) ક્રિયાની બાબતમાં પરનિંદાનું અજીરણ કરે તો, (૩) તપનું પણ અજીરણ ક્રોધમાં પરિણામે તો (ચંડકૌશિકની જેમ), (૪) અન્ન (ભોજન)નું અજીરણ થાય તો (સંપ્રતિરાજાનો જીવ) સ્વાથ્ય બગાડે. માટે હંમેશાં જ્ઞાનના આરાધક-ઉપાસકે હજી ઘણું જ્ઞાન પ્રાપ્ત કરવાનું બાકી છે, તેવી ભાવના ભાવવી જોઈએ. તો જ જ્ઞાનની આરાધના અખંડ ચાલું રહે. જ્ઞાનનો એક વિભાગ મિથ્યાજ્ઞાન છે. મિથ્યાત્વ એ ૧૮મું પાપસ્થાનક છે. તેના કારણે આ જીવ જાણે-અજાણે બાકીના ૧૭ પાપસ્થાનકને સેવવાનું સ્વીકારવાનું કાર્ય કરે છે. જેનાથી બચવાનું, છૂટા થવાનું હતું તેમાં ફસાઈ જાય છે. મિથ્યાત્વ કેમ છૂટતું નથી? કેમ મુક્ત થવાતું નથી? તેનાં મુખ્ય પાંચ પ્રકાર

Loading...

Page Navigation
1 ... 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174