Book Title: Phool Ane Foram
Author(s): Harishbhadravijay
Publisher: Navjivan Granthmala

View full book text
Previous | Next

Page 162
________________ * ધર્મબુદ્ધિ * પૂર્વ સંબંધવાળી - - ધર્મમય જીવન બનાવવા માટે અનાથીમુનિ વર્તમાનમાં અપૂર્ણ જ્ઞાનને પૂર્ણ કરનારી - અઈમુત્તા - ૧૩૭ - શાસ્ત્રમાં બુદ્ધિના નીચે મુજબ ચાર પ્રકારો કહ્યા છે. ૧. સમુદ્ર સારખી (અગાધ) – તીર્થંકર ભ.નું કેવળજ્ઞાન સંપૂર્ણ હોય. ગણધર ભ.નું શ્રુતજ્ઞાન સંપૂર્ણ હોય. ૨. સરોવર સારખી ૩. કુપ (કૂવા) સારખી – જ્ઞાનવૃદ્ધ સ્થવીર મુનિની જ્ઞાનની યાત્રા. ૪. ખાબોચિયા સારખી તત્ત્વ જિજ્ઞાસુ ચતુર્વિધ સંઘની. - જ્ઞાનની પ્રાપ્તિ માટે અભ્યાસી જીવને કેવા ભાવ (વિચાર) રાખવા જોઈએ એ માટે આઠ પદ્ધતિ (ગુણ) પણ શાસ્ત્રોમાં વર્ણવી છે. શુશ્રુષા, શ્રવણ, ગ્રહણ, ધારણા, ઉહ, અપોહ, અર્થચિંતન, તત્ત્વચિંતન. બીજી રીતે પંચાચારની આઠ ગાથામાં પણ જ્ઞાનના ૮ આચારઉપકારી ભગવંતે કહ્યા છે. (ઉપર શરૂમાં લખેલા) જ્ઞાન સંબંધિ ઉત્તરાધ્યયન સૂત્રમાં ‘વિનય’ નામનું અધ્યયન આવે છે. દશ પ્રકારના વિનયમાં જ્ઞાનનો ચોથો વિનય છે. ૨૨ પરિષહમાં અજ્ઞાન, પ્રજ્ઞા, સત્કાર એ ત્રણની પરિષહોમાં ગણત્રી કરી છે. આઠ પ્રકારના ‘બળ’માં વિદ્યા સાતમું બળ છે. વીતરાગ પરમાત્માના ચાર અતિશયોમાં પ્રથમ ‘જ્ઞાનાતિશય’ છે. પાંચ આચારમાં પ્રથમ ‘જ્ઞાનાચાર' છે. અત્યંતર તપમાં વિનય, ધ્યાન, સ્વાધ્યાયને તપમાં સ્વીકારેલ છે. આ રીતે સ્થળે સ્થળે જ્ઞાનની મહત્તા અનેક રીતે ગાઈ-સ્વીકારી છે. ટૂંકમાં જ્ઞાન સર્વવ્યાપી છે. એક જમાનામાં એટલે કે ભ. મહાવીરસ્વામીના નિર્વાણ પછી ૯૮૦ વર્ષે આગમજ્ઞાન લિપિબદ્ધ થયું. તે પહેલા મોઢેથી વાચના રૂપે શિષ્યોને જ્ઞાન અપાતું હતું. આજે ઘારણા શક્તિ જેવી જોઈએ તેવી જોવા મળતી નથી. માટે ગ્રંથ-પુસ્તક સ્વરૂપે એ જ્ઞાન આપણી પાસે ઉપલબ્ધ છે. આ જીવ જ્ઞાન-જ્ઞાનાવરણીય કર્મનો બંધ અણસમજ અજ્ઞાનતાના કારણે ડગલે ને પગલે કરે છે. યાવત્ ૧૦માં ગુણસ્થાનક સુધી એ પદ્ધતિ થોડા ઘણાં અંશે ચાલુ રહે છે. જ્યારે આત્માર્થી ખપી જીવ ૧૩માં ગુણસ્થાનકે આરોહણ કરે ત્યારે કર્મ ઉદય ન હોવાથી એ જીવ સ્વ અવસ્થામાં આત્માના અનંતગુણને પ્રાપ્ત કરે. ટૂંકમાં જ્ઞાનાવરણીય કર્મની સ્થિતિ ૩૦ કોડાકોડી સાગરોપમ જેટલી છે. એ કાળ દરમિયાન પુરુષાર્થ અનુસાર કેવળજ્ઞાન-મોક્ષ પામી શકે છે.

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174