Book Title: Phool Ane Foram
Author(s): Harishbhadravijay
Publisher: Navjivan Granthmala

View full book text
Previous | Next

Page 160
________________ Sાન દુષ્કત મન સુકૃત મન કાલે વિણાએ બહુમાને, ઉવહાને તહઅ નિડવો, વજન અર્થે તદુભયે, અવિહો નાણમાયારો. ભાવાર્થઃ ૧. ભણવાના સમયે ભણવું (અકાળે ન ભણવું), ૨. વિનયપૂર્વક ભણવું, ૩, બહુમાનથી ભણવું, ૪. ઉપધાનાદિ તપસહિત (અધિકાર મેળવી) ભણવું, પ. ભણાવનાર ગુરુને ભૂલી ન જવા, ૬. શુદ્ધ ઉચ્ચારપૂર્વક સૂત્ર ભણવું, ૭. અર્થજ્ઞાન શુદ્ધ ઉચ્ચારપૂર્વક ભણવું અને ૮. સૂત્ર-અર્થ બન્ને શુદ્ધ જાણવા-બોલવા-ભણવા. આ આઠ જ્ઞાનના આચાર છે. શાનને અનેક વિશેષણો લાગી શકે છે. જેવા કે, ૧. સમ્યગૂ જ્ઞાન, મિથ્યા જ્ઞાન, ૨. વ્યવહારિક જ્ઞાન, આધ્યાત્મિક જ્ઞાન, ધાર્મિક જ્ઞાન, ૩. સ્વાર્થમય જ્ઞાન, પરોપકારમય જ્ઞાન, ૪. દૂષિત (ચોરી કરવાનું) જ્ઞાન અને આશીર્વાદ સમાન જ્ઞાન વગેરે. / કલ્પના ગગનમાં વિચરતા મહાપુરુષો જ્ઞાનને દીપક કહે છે. અમૃતમય ભોજન કહે છે, અંધની લાકડી કહે છે, માનવીની જીવાદોરી કહે છે, ચોરી ન શકાય એવું ધન, વિવેકરૂપી ત્રીજું નેત્ર, ઐશ્વર્ય વગેરે કહે છે અને તે સાચું છે. શાસ્ત્રમાં કોઈપણ પદાર્થને સિદ્ધ કરવો હોય, માન્યતા આપવી હોય તો તેની ચાર કસોટી કરે છે અથવા ચાર રીતે તેની માન્યતા સ્વીકારે છે. એ ચાર એટલે – નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. ૧૩૫

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174