Book Title: Phool Ane Foram
Author(s): Harishbhadravijay
Publisher: Navjivan Granthmala

View full book text
Previous | Next

Page 167
________________ ૧૪૨ સંસ્કાર ઃ વિચાર સુધારવા સમયનો સદુપયોગ પ્રયત્ન કરવા-સંપત્તિ સદ્વર્તન : આચાર-વિચાર સુધારવા-સંતોષ આ ચાર વિચારોને વાગોળવાથી, એના ઉપર મનન-ચિંતન કરવાથી કાંઈક શાસ્ત્રીય પરીભાષામાં નવનીત જેવા નીચેના ૩-સંકલ્પો નિયમો સમજદારે જીવનમાં વણી લેવા તૈયાર થવું જોઈએ. ૧. સુખ સંસારમાં ભોગવવામાં વધારવામાં નહિં પણ તેનો ત્યાગ કરવા અથવા છોડવામાં છૂપાયું છે. (અપરિગ્રહ) ૨. દુઃખ : રાગ ને પરિગ્રહથી વધે સુખ પ્રાપ્ત થતું નથી, પુણ્યથી મળે માટે તેની ચિંતા કરવી નકામી છે. (અધિરાઈ) ૩. શાંતિ ઃ પર પદાર્થ વસ્તુ કે એકાંતમાં નથી. આત્મામાં છે. શાશ્વત સુખમાં છે. (જાપ-ધ્યાન) આ સંસારમાં જેને ખરેખર આદર્શ માનવી થવું હોય, આત્માને પરમાત્મા બનાવવો હોય, જીવ ને શીવ (મુક્ત) કરવો હોય તેવા વિચારક માનવીએ કોઈપણ દિવસ દુઃખને કહેતા ન ફરવું. સમતાથી ભોગવી લેવું તો તે ઘટે, ક્ષય થાય. એ જ રીતે પાપને કહેવાથી (ફરી ન કરવાની ભાવનાને વેગ મળે માટે) ઘટે. છૂપાવશો તો તે આ ભવમાં અને બીજા ભવમાં પણ વધશે. એની સામે પુણ્ય કર્મ જે કર્યું છે તે બીજાને કહેવા બેસો તો જાય. (શક્તિ છૂપાવી પુણ્ય અલ્પ કર્યું હોય ને ફળ ૨૫/૫૦ ટકાની અપેક્ષા રાખો, ચાર માણસો ધન્યવાદ આપે તેવા શબ્દ સાંભળવાની ભૂખ રાખો, તે ખોટું છે.) ગુપ્ત રાખવાથી પુણ્ય વધે. જમણા હાથે આપો તો ડાબા હાથને ખબર પડવી ન જોઈએ. એકંદર રીતે માનવીને પોતાની ઈચ્છાથી વિરુદ્ધ જોવું, ખાવું, સાંભળવું, અનુભવવું ગમતું નથી અને તે કારણે ઉત્તમ પ્રકારની ભાવના એ ભાવી શકતો નથી. ૭૦૮૦ વ્યક્તિ જો પ્રસંશા કરે તો તેને ખૂબ સાંભળવી ગમે છે. તે માટે સમય પણ આપવામાં એ તૈયાર રહે છે. પણ જો ૫/૧૫ વ્યક્તિ નિંદા કરે તો તેના પરિણામ બગડે છે. કષાયો કરવા માટે તૈયાર થાય છે. મનમાં દ્વેષ જન્મે છે. આ અહિતકારી ગણિત છે. જગતમાં ખેડૂત અવસર આવે ત્યારે ખેતીને સાફ કરે છે. સોનાર સોનાને શુદ્ધ કરી ઓપ આપે છે. ચિત્રકાર સામાન્ય કાગળને ચિત્ર દ્વારા મૂલ્યવાન બનાવે છે. ડૉક્ટર શરીરને તપાસી યોગ્ય ઉપચાર કરી તંદુરસ્ત કરે છે. કુંભાર માટીને

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174