Book Title: Phool Ane Foram
Author(s): Harishbhadravijay
Publisher: Navjivan Granthmala

Previous | Next

Page 169
________________ ૧૪૪ મરણ ઘટે છે. તેથી જ જય વિયરાય સૂત્ર દ્વારા વીતરાગી પરમાત્મા પાસે કાંઈ જ માંગવાનું ન હોય છતાં ભવનિર્વેદ, માર્ગાનુંસારીપણું, લોક વિરુદ્ધ પ્રવૃત્તિનો ત્યાગ વગેરે ૧૩ માંગણી ગુણીયલ થવાની દ્રષ્ટિથી મંગાય છે. જ્ઞાનસાર અષ્ટકમાં ઉપા. યશોવિજયજી મહારાજે સાધકને બોધ આપતાં જણાવ્યું છે કે, “હે સાધક! જો તું ગુણથી અધૂરો છે. તો આત્મપ્રશંસા કરવાનો શો અર્થ? એ પ્રવૃત્તિ છોડી દે. આત્મપ્રશંસા ગુણની અધુરાશ છે. જ્યારે પારકાના ગુણની પ્રશંસા પ્રગતિનું દ્વાર છે. સદ્ગુણ એ ગુલાબનો બગીચો છે. ગુલાબ પોતાના સુવાસની ઢોલ પીટતો નથી. સુવાસની આકર્ષાઈ ભમરાઓ દૂર દૂરથી સ્વયં ખેચાઈને આવે છે. ગુલાબના રૂપ કરતાં કાગળના બનેલા ફૂલ ગમે તેટલા ઢોલ પીટે તો પણ ભમરા કે માનવો તેની પાસે જતા નથી. અમૃતવેલની સઝાયમાં ગુણ અને દોષ માટે તેના રચયિતાએ સારા વિચાર આપ્યા છે. પાપ નવિ તીવ્ર ભાવે કેર, જેહને નવિ ભવ રાગ રે, ઉચિત્ત સ્થિતિ જે સેવે સદા, તેહ અનુમોદના લાગશે. ચેતન. ભાવાર્થ જેઓ ખાસ રસપૂર્વક પાપ કરતાં નથી, જેમને ભવનો રાગ નથી, જેઓ હંમેશાં ઔચિત્યનું પાલન કરે છે. તેઓએ ગુણોની અવશ્ય અનુમોદના કરવી જોઈએ. એક પાઠશાળાની વાત પંડિતજીએ બ્લેક બોર્ડ ઉપર નીચે મુજબના ૩ વાક્યો લખી અક્ષરોને વધાર્યા વગર બાળકોને સુધારવા હોય તો તે સુધારવા કહ્યું પણ બાળબુદ્ધિથી તેમાં કાંઈ સુધારો કરી ન શકી. કહેવાય છે કે, બુદ્ધિ કોઈના બાપની જાગીર નથી. તેથી એક બાળકે એ વાક્યોને મનન-ચિંતન કરી સુધાર્યા. લખેલું વાક્ય સુધારેલું વાક્ય દુઃખ - કાઢવા જેવું છે. દુઃખ – ભોગવવા જેવું છે. સુખ - ભોગવવા જેવું છે સુખ - ભૂલવા જેવું છે. કષાય - ભૂલવા જેવા છે કષાયો - કાઢવા જેવા છે. પંડિતજી આ પ્રયોગ દ્વારા બાળકોને ગુણ-અવગુણ, સારું-ખરાબ સ્વીકારવા યોગ્ય અને અસ્વીકારવા યોગ્ય વાત સમજાવવા માગતા હતા. આપણે પણ આ

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174