Book Title: Phool Ane Foram
Author(s): Harishbhadravijay
Publisher: Navjivan Granthmala

Previous | Next

Page 161
________________ ૧૩૬ જ્ઞાનનો જન્મ અક્ષરના કારણે માનીશું તો ૧. “અ” અક્ષરનું “અ” એવું નામ પાડ્યું. ૨. એ અક્ષરને રૂપ-ચિત્ર રૂપે દોરી-લખી બતાડ્યું એ સ્થાપના. ૩. દ્રવ્યના માટે તેના લેખનમાં ચિત્રદર્શનમાં જેટલો પદાર્થ વપરાયો તે પદાર્થ (પેન, પેન્સિલ, ચોક, રંગ વગેરે)ના સહારે તેનું દ્રવ્ય શરીરનું નિર્માણ થયું. અને અંતે ૪. “અ” અક્ષરનો વ્યવહાર જ્યારે ભાષામાં ચાલુ થયો ત્યારે તે ભાવનું સ્વરૂપ પામ્યો. આ એક નહિં બધી જ ભાષાના બધા જ અક્ષરો માટે સમજવું. જ્ઞાનના અક્ષરની વર્ણમાળાનો વિચાર કરીશું તો “અ” વગેરે ૧૪ (૧૬) અક્ષર અને “ક” વગેરે ૩૫+૨=કુલ પર અક્ષરોનું સામ્રાજ્ય ગુજરાતી, હિન્દી, મરાઠી ભાષામાં બોલવા-લખવા-વાંચવામાં કામ આવે, જોવા મળે છે. સંસ્કૃતપ્રાકૃત ભાષા માટે (૧) જોડાક્ષર – સંધી અક્ષર, (૨) કર્તા, કર્મ, ક્રિયાપદ, (૩) ભૂત, ભવિષ્ય, વર્તમાન, (૪) એકવચન, દ્વિવચન, બહુવચન, (૫) આજ્ઞાર્થ વિધ્યર્થ, (૬) કંઠ્ય, દત્ય, તાલવ્ય, મૂર્ધન્ય, ઓષ્ઠય, (૭) ઉર, શિર, જીવ્હામૂલ્ય વગેરે ઘણાં વિભાગો માત્ર ભાષા વિજ્ઞાનમાં જોવા મળશે. ઉપરાંત (૧) ઘોષઅઘોષ, (૨) હૃશ્ય, દીર્ઘ, ડુત, (૩) અક્ષર, શબ્દ, વાક્ય, પેરેગ્રાફ, પ્રકરણ, પુસ્તક સુધી આ અક્ષરની યાત્રા વણથંભી ચાલે છે. એ જ રીતે વર્ણનાત્મક, વિવેચાત્મક, સિદ્ધાંતિક અને મનોરંજન પદ્ધતિ પણ ગદ્ય-પદ્ય-ગદ્યપદ્યાત્મક સાહિત્ય લખેલું જોવા મળે છે. જે અક્ષરોના સહારે જ્ઞાનનો બોધ વિદ્યાર્થી પોતાના જીવન કાળમાં શરૂ કરી ક્રમશઃ કોલેજમાં ડિગ્રી પ્રાપ્ત કરે છે ત્યાં સુધી પ્રાયઃ ૧૫ થી ૨૦ વર્ષ સુધી પ્રયત્ન કરે છે. તેમ જૈનદર્શનનું ક્રિયામાં ઉપયોગી થાય તેવું અને ત્યાર પછી ૫-૭ વર્ષ જીવવિચાર, નવતત્ત્વ, ભાષ્ય, પ્રકરણ, કર્મગ્રંથ ગાથા, અર્થ, વિવેચન સાથે જ્ઞાન પ્રાપ્ત કરે છે. તત્ત્વાર્થ, લઘુ, બૃહત્ સંગ્રહણિ, ક્ષેત્રસમાસ વગેરે જુદા ગ્રંથો હજુ બાકી જ સમજવા. આ જ્ઞાનનો સાધનાકાળ જ સમજવો. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જીવનમાં બુદ્ધિનું કામ પણ એટલું જ આદરણીય છે. બુદ્ધિના અનેક પ્રકાર છે. જે જ્ઞાનના વિકાસમાં અને તેની સ્વીકારવાની પદ્ધતિમાં કામ આવે છે. * ઓતપાતિકી - પૂર્વ જન્મના સંસારવાળી - વજસ્વામી * વેનેયિકી - ગુરુ, શાસ્ત્રાદિના વિનયથી - ગૌતમસ્વામી * કાર્મિકી - ગોખવા, ધારવાથી મળે - માસતુષમુનિ * પારિણામિકી - અનુભવ, વિવેકથી પ્રાપ્ત થાય - અભયકુમાર

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174