________________
૧૨૭
છે. રોજ જો આવી ભાવના ભાવવામાં આવે તો જરૂર તેનું ફળ અવશ્ય નજીકમાં જ પ્રાપ્ત થાય.
બીજી તરફ શ્રાવકે કેવી ઈચ્છા ભાવના રાખવી જોઈએ અથવા રાખે? તે પણ જ્ઞાની પુરુષોએ પ્રેરણારૂપે શાસ્ત્રમાં જે દર્શાવી છે, તે જોઈએ. આ ભાવના દ્વારા પણ મમ-મારાપણાની શોધ વિચારકને અવશ્ય થશે. આ છે એ ભાવનાઓ.
૧. જીવવાની ? ચારે ગતિમાં મૃત્યુ ગમતું નથી. ફરી મરવું ન પડે તેવા સ્થાને, અજરામર શાશ્વતપદ મોક્ષ પ્રાપ્ત કરવાની અભિલાષા.
૨. જ્ઞાન મેળવવાની ઘણું જોયું, જાણ્યું, વાંચ્યું, સાંભળ્યું પણ તે અધુરું છે. કેવળજ્ઞાન જ પૂર્ણ છે. ક્યારે કેવળજ્ઞાની થઈશ ?
૩. સુખ મેળવવાની દુઃખને જ્યાં સ્થાન નથી તેવા સુખને પ્રાપ્ત કરવાની લાલસા. મોક્ષમાં શાશ્વતું સુખ છે.
૪. સ્વતંત્ર બનવાનીઃ જગતમાં છેલ્લે કર્મ પણ પરતંત્રની બેડીમાં જકડે છે. મારે કર્મ રહિત, સ્વતંત્ર થયું છે.
૫. આધીન બનાવવાની પાપસ્થાનક-રાગ-દ્વેષાદિ પ્રતિસ્પર્ધી ન જોઈએ. શરીર રહિત થવું છે.
આ ભાવના અને ઈચ્છા શાસ્ત્રોમાં એટલા માટે દર્શાવી છે કે જેનાથી એ સંસારમાં કર્તા ભાવે ન જીવે. સાક્ષી ભાવે જીવમાત્ર સાથે વ્યવહાર રાખે. આમ કરવાથી પર પદાર્થ પ્રત્યેની જે આસક્તિ જન્મે છે એ ન જન્મે. અહં ને મમ સંબંધિના વિચારો જીવનમાંથી વિલીન થાય. શ્રી કૃષ્ણજી પોતાની કન્યાઓને તેજ કારણે પૂછતાં હતા કે, તમારે રાણી થવું છે કે દાસી ?
દાસીનો માર્ગ શરૂઆતમાં કંટકભર્યો છે. તે પછી એજ સુખદાઈ શાશ્વત સુખનો દાતા થશે. જ્યારે રાણીનો માર્ગ સુખ-આરામનો ભ્રામક રહેશે. અમુક સમય-વર્ષ પસાર થયા પછી ત્યાં કાંટા ઉપર ચાલવું પડશે. જીવનમાં દુઃખદાવાનળના આસું પડાવશે.
મારું શોધવા અભયકુમારે પોતાના મિત્ર ચોરને સાહુકાર થવા નીતિમય જીવન જીવવા સલાહ આપી. પાપ તારે કરવાનું, માર તારે સહવાનો ને માલ સંબંધીને ખાવાનો. આ ક્યાંનો ન્યાય?