Book Title: Phool Ane Foram
Author(s): Harishbhadravijay
Publisher: Navjivan Granthmala

View full book text
Previous | Next

Page 151
________________ ૧૨૬ એમ મગજમાં બેસાડ્યું અને વૃદ્ધાવસ્થા બાળપણથી પણ ખરાબ રીતે પૂરી કરવા મનને મારવાના બદલે મનને સંતોષ આપવા ગુમાવ્યો. હવે.. મારું મારું કરી જાપ કર્યો. પરિવારની સાથે મારું ? (મારવામાં) તરછોડું, બગાડું, એવા વિચારોમાં અપજશ મેળવ્યો. આજ સુધી અનિત્ય શરીર છે તેને સાચવવા, પાંચ ઈન્દ્રિયોના વિષયોને સંતોષ આપવામાં સમય વેડફી નાખ્યો. હવે સમજાયું કે, વહાલા તે ઠાલા શું કરશે ? વડાલા વોળાવી વળશે; વહાલા તે વનકેરા લાકડાં, તે તો સાથે જ બળશે. એક દિવસ એવો આવશે. કવિના કથન અનુસાર આપ્તજનો સ્મશાનભૂમિ સુધી લોક લાજે વળાવવા આવશે. જ્યારે વનના લાકડાં પોતે પણ બળશે ને આ નશ્વર શરીરને પણ બાળશે. પંચભૂતને પંચભૂતમાં વિખેરી દેશે. કવિએ કાયા-શરીર માટે કહ્યું છે. કાયા મિટીકા ખીલોના છે (૨) મીટ્ટી ખાના, મીઠ્ઠી પિના મિટ્ટીમેં જાના હૈ. ભૂત-વર્તમાનના વિચાર કર્યા પછી ભવિષ્યના વિચારને પણ કરી લઈએ. જો કે જેનો ભૂતકાળ સારો તેનો વર્તમાન કાળ સારો એ ન્યાયે ભવિષ્ય ઉજ્વળ હોય એ નિશ્ચિત છે. વર્તમાન (અપેક્ષાએ ભૂતકાળ)ને સુધારવું, સફળ કરવું જરૂરી છે. વર્તમાન કાળ અલ્પાતીઅલ્પ સમયનો હોવાથી ભૂત-ભાવિનો જ વિચાર કરવા જેવો છે. શાસ્ત્રકારોએ મમ-મારું આ સંસારમાં કહેવા-માનવા-સમજવાલાયક કાંઈ જ નથી. જે કોઈ મારુ તરીકે સંબોધે વિચારે છે એ ભૂલ ભરેલું છે. તેની પાછળ રાગ-દ્વેષના જન્મનો વધારો થાય છે. એટલું જ નહિં પણ જે સાચે જ મારું છે તે ભૂલી જવાથી ૮૪ લાખના ફેરા વધે છે. ચારે ગતિને પાંચે જાતિમાં જન્મ મરણ કરવા પડે છે. સંસાર સાગરનો છેડો આવતો નથી. આદર્શ આરાધક-સાધકે શું કરવું જોઈએ, કેવી ભાવના ભાવવી જોઈએ? તે માટે ટૂંકમાં ૧. ક્યારે હું પરિગ્રહનો ત્યાગી થાઉં ? ૨. ક્યારે હું મહાવ્રતધારી સંયમી બનું? ૩. ક્યારે હું પંડિત મરણ પામું ? આ ત્રણ ભાવના ભવનાશીની

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174