Book Title: Phool Ane Foram
Author(s): Harishbhadravijay
Publisher: Navjivan Granthmala

Previous | Next

Page 154
________________ ૧૨૯ મુખ્યત્વે આ જીવના ભૂતકાલીન ૮૪ લાખના ફેરા સંબંધિ પૃથ્વી આદિ છે કાયના જીવોની સાથે જે વ્યવહાર કર્યો હોય, વિરાધના કરી હોય તે માટે ત્રિવિધે ત્રિવિધે મિચ્છામી દુક્કડ અપાય છે. તે જ રીતે પાંચ મહાવ્રત કે બાર વ્રત સંબંધિ પ્રમાદના યોગે કાંઈપણ વિરાધના, આશાતના, અવહેલના કરી હોય તે માટે મિચ્છામી દુક્કડ આ ૧૦ અધિકારો દ્વારા અપાય છે. ટૂંકમાં જીવનનો હિસાબ સાચા મનથી બોલાય-લખાય-વંચાય છે. ટૂંકમાં મારાપણાના ભાવ-વિચારથી જે વર્તમાનમાં ભોગવવા મળવાનું નથી તે સંબંધીના અધિકારાનો ત્યાગ કર્યા વિના પરંપરાએ બંધાતા કર્મ અટકશે નહિં. એ પુદ્ગલો દ્વારા જે કાંઈ પણ નવું સર્જન થયું હોય તે પણ કર્મના ઉદય માટે નિમિત્તરૂપ થાય તે સંભવિત છે. સમજવાની વાત એ જ છે કે, જે માનવીને જોવાથી દુઃખ થાય, ક્રોધ થાય, વાત્સલ્ય ઉભરાય એ બધું ગયા જન્મના એ પુગલો સાથેનો ખાટો-મીઠો સંબંધ છે. ક્યારેક કોઈ બોલી જાય છે કે, “જેવી લેણા દેણી” અથવા ઋણાનુબંધ પૂરા થયા. બાબુભાઈ કડીવાલાના જીવનનો એક પ્રસંગ. ઉપકારી પન્યાસજી મ.ના ઋણાનુબંધ સંબંધીના વિચારો જાણ્યા-સમજ્યા પછી તેઓએ પોતાના નામે મશીનો દ્વારા થતી વિરાધના બંધ કરી. એટલું જ નહીં પણ એ મશીનો વેચ્યા બાદ જે કાંઈ કાર્ય થશે તેમાં પરંપરાએ અનુમોદના થાય તેથી મશીનો પણ વેંચી નહિં. કહેવાનું તાત્પર્ય એજ કે, સંસારના આ જીવ ગમે ત્યાં જન્મ પરિભ્રમણ કરે તો મારાપણાના કારણે ઉંદર બિલાડી, સાપ-નોળીયો, સાસુ-વહુના સંબંધે કર્મથી ઘેરાઈ જવાનો જ. માટે જ પુદગલને વોસીરાવી આ ભવમાંથી બીજા ભવે જો જવાનું જીવને સુઝી જાય તથા તે મુજબ આચરણ કરે તો તેનું જીવન ધન્ય બને. ધન આપ્યા વિના જેમ દ્રવ્ય પ્રાપ્ત ન થાય. તેમ ક્ષમા-આપ્યા વિના સંસાર ઘટે નહિં. ક્ષમાના પ્રકારો – ૧. ઉપકાર ક્ષમા, ૨. અપકાર ક્ષમા, ૩. વિપાક ક્ષમા, ૪. વચન ક્ષમા અને ૫. સર્વોત્તમ ધર્મ ક્ષમા. જેમાંથી એક યા અનેક ક્ષમાની આપ-લે કરી મારાપણાનું રાજીનામું આપીએ એ જ મંગળ કામના.

Loading...

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174