Book Title: Phool Ane Foram
Author(s): Harishbhadravijay
Publisher: Navjivan Granthmala

Previous | Next

Page 153
________________ ૧૨૮ મિત્રે ઘરે જઈ પરિવારને પૂછ્યું, માલ ને માર કોણ ખાય? સ્વાર્થી પરિવારે કહ્યું, અમે બન્ને પ્રસંગે તમારી સાથે જ છીએ. જ્યારે આ વાત અભયને ખબર પડી, ત્યારે તેના દ્વારા ઊભા કરેલા અસહ્ય દુઃખને વહેંચી લેવા પરિવારને કહ્યું, પણ નકારાત્મક જવાબ મળ્યો. ત્યારે મિત્ર ચોર સ્વાર્થની લીલા-સગાવાદ સમજી ગયો. મરૂદેવા માતાજી “મારો 20ષભ” એ પદને નિત્ય સ્મરણ કરતાં, ભરતને વારંવાર કહેતા કે, ઋષભના સમાચાર મંગાવ. પણ ભરત કાંઈ કરી ન શક્યો. એક દિવસ જ્યારે ભરતને ભ. 28ષભદેવને કેવળજ્ઞાન થયું તે જાણવા મળ્યું ત્યારે દાદીમાને કહ્યું કે, ચાલો ઋષભને મળવા. હાથીની અંબાડી ઉપર બેસી મરૂદેવા માતા નગરી બહાર ગયા ત્યારે ભરતચક્રીએ ભ. 20ષભદેવ સમવસરણમાં બેસી ધર્મદેશના આપે છે. હજારો દેવદેવીઓ તેમની સેવામાં હજરાહજૂર છે. ૧૨ પર્ષદા એકાગ્રતાથી સાંભળી ધન્ય બને છે. તે બધું બતાડ્યું. મરૂદેવમાતા પુત્રની ઋદ્ધિ-સિદ્ધિ-સમૃદ્ધિ જોઈ આશ્ચર્ય પામ્યા. આટ આટલા દેવ-મનુષ્ય હોવા છતાં મને કાંઈ સમાચાર ન આપ્યા. જ્યારે હું તેની પાછળ રડી રહી છું. ધીક્કાર છે આ સંસારને ! આ રાગ દશાને ! આમ મનમાં પશ્ચાતાપ કરતાં અનિત્ય ભાવના ભાવતાં કેવળજ્ઞાની થયા. તીર્થની સ્થાપના પૂર્વે અતિત્યસિદ્ધ થયા. એક બાવાજી નદી કિનારે શીલા ઉપર આસન લગાડી બેઠા હતા. તે દરમિયાન એક સ્મશાનયાત્રા તેઓની પાસેથી પસાર થઈ. ઉપાડનારા માંડ ૫૭ માણસો હતા. સેવા કરવા આ કર્મ કર્યું હતું. સાંજના સમયે બીજી એક સ્મશાનયાત્રા સેંકડો માનવી સાથે આવી. બધાં રડતા હતા. આધાર ગયો, દાતાર ગયો, એવા શબ્દ ઉચ્ચારતા હતા. ટૂંકમા એક બીનવારસદાર હતો જ્યારે બીજો મોટો માનવી હતો. ઉડાણથી તપાસતાં, વિચારતાં બાવાજીએ કહ્યું, “માટીનું માટીમાં મળી ગયું મારું કહેવા માટે પણ કાંઈ ન રહ્યું. મારું શબ્દ જો ભૂલાઈ જાય તો જ આત્મા (જીવ) સમાધિમરણ પામે. એ માટે ભ. મહાવીર સ્વામીએ વિનયવંત ગૌતમ ગણધરને સમાધિ આપવાના ૧૦ અધિકાર પ્રરૂપ્યા, કહ્યા. જે પુણ્ય પ્રકાશ સ્તવનમાં ખૂબ જ સરળતાથી વર્ણવ્યા છે.

Loading...

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174