________________
૧૨૦
અરનાથ ભીની વચ્ચે થયું હતું. દીક્ષા કલ્યાણક ફાગણ સુદ-૪૩ અને કેવળજ્ઞાન કલ્યાણક ચૈત્ર સુદ-૩(૧૩)ના મુનિસુવ્રત નમિનાથ ભ.ની વચ્ચે થયું છે. એવા એ પ્રથમ વિહરમાન ભગવાનના પિતા શ્રી શ્રેયાંસ અને માતુશ્રી રૂક્ષ્મણી દેવીના લાડકવાયા પુત્ર છે.
જ્યારે આપણે સૌ એ વીતરાગી પ્રભુના ભાવથી દર્શન કરવા જઈએ છીએ ત્યારે એ પરમોપકારી પ્રભુ સમવસરણમાં બિરાજેલા છે. બારે પર્ષદા પ્રભુની કલ્યાણકારી વાણીને શ્રવણ કરી ધન્ય ધન્ય બની રહી છે. શું પ્રભુનું રૂપ છે. શું પ્રભુની શોભા છે. શું પ્રભુની મીઠી મધુરી દેશના છે. શ્રવણ કરનાર ભવ્યાત્મા પ્રભુની વાણી શ્રવણ કરી ધન્ય ધન્ય થાય છે. અને ભાવના ભાવે છે કે –
મારે એવા સ્થાને જાવું છે, જ્યાંથી પાછા ના ફરવું છે;
એ સ્થાન પ્રભુ બતલાવો, જ્યાં કાયમ માટે રહેવું છે. બોલો સિમંધરસ્વામીની જય. એમ પ્રભુની જય બોલાવી સોના-રૂપાના ફૂલોથી પ્રભુને વધાવી જે માટે આપણે સૌ આવ્યા છીએ એ ભાવના પૂર્ણ કરવા દર્શન, વંદન કરી વિનમ્ર ભાવે વિનયપૂર્વક પ્રભુની સાથે બે ઘડી ચર્ચા શરૂ કરી.
પ્રશ્ન-૧ : હું (અમે) ભવિ કે અભાવ ?
પ્રભુ તો ત્રિકાળજ્ઞાની છે. જીવ માત્રનું બધું જ જાણે છે. છતાં કોઈની ભાવના દુભાય તેવું કહેતા નથી. તેથી પ્રભુએ જવાબ આપ્યો કે, જે જીવને હું ભવિ કે અભવિ એવી શંકા-વિચારણા થાય છે, તે જીવ ભવિ છે. અભવિને આવા વિચાર સ્કૂરુ પણ નહિં.
ભવિજીવ જ આત્મકલ્યાણનો માર્ગ શોધે, વિચારે અને તેવા સ્થાને જાય. માટે પુણ્યશાળીઓ તમે ભવિ છો ત્યારે જ અહિં સુધી આવ્યા.
પ્રભુની સાકરથી પણ મધુરવાણી સાંભળી અમે સૌ ધન્ય બની ગયા. અને તેથી ફરી પ્રગતિના પંથે આગળ વધવા તારક ઉદ્ધારક વિભુને પૂછ્યું. ' પ્રશ-૧ : હે જગસત્યવાહ પ્રભુ ! અમે સમકિતી કે મિથ્યાત્વી?
પ્રભુ ચરાચર પદાર્થના ત્રણે કાળના જ્ઞાતા છે. તેથી અમારા પ્રશ્નના જવાબ રૂપે કહ્યું, જે દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે અડગ શ્રદ્ધા રાખતા હોય, સુદેવ-ગુરુ-ધર્મના ઉપાસક-આરાધક હોય, કુદેવ-કુગુરુ-કુધર્મના સહવાસી ન હોય તે સમકિતી. પ્રભુએ કહ્યું તે સત્ય બાકી અસત્ય આવી માન્યતાના સ્વામી સમકિતી. તેથી તે ભવઆત્મા તમે સમકિતી છો. ૧૪ ગુણ સ્થાનકમાં આરોહણ કરી રહ્યા છો.