Book Title: Phool Ane Foram
Author(s): Harishbhadravijay
Publisher: Navjivan Granthmala

View full book text
Previous | Next

Page 144
________________ ૧૧૯ એ ચંદ્રના વિમાનમાં ઋષભ ચંદ્રાનન, વારિષેણ અને વર્ધમાન એમ ચાર શાશ્વતા જિનના બિંબ છે. તેઓની પણ અવાંતર રીતે વંદના કરાય છે. મહાવિદેહ ક્ષેત્ર પવિત્ર ક્ષેત્ર છે. ત્યાં વસનારા જીવો ઘણાં હળુકર્મી છે. બધા જ અલ્પકાળમાં સર્વવિરતિ ગ્રહણ કરવાના, ઉત્તમ પ્રકારે સંયમનું પૂર્ણ પાલન કરનારા આરાધક છે. એ પણ શકય છે કે, ૮મા વર્ષે એ આત્મા સંયમ લઈ ૯મા વર્ષે કર્મ ખપાવી કેવળી પર્યાય પૂરો કરી મોક્ષ પામશે. ત્યાં સદાકાળ ચોથો આરો (કાળ) હોવાથી ત્યાં મોક્ષમાર્ગ ખુલ્લો છે. માત્ર આરાધક આત્માની જ જરૂર છે. ચંદ્રમા દ્વારા પ્રભુને વિનંતી તો કરી પણ ભવિ જીવને તેથી સંતોષ ન થયો. માટે બીજો માર્ગ ભાવયાત્રાનો અપનાવ્યો. પ્રભુની સાથે પ્રત્યક્ષ બે ઘડી વાર્તાલાપ કરવાનો નિર્ણય કર્યો અને ભાવનાને સફળ કરવા મનને દ્રઢ કરી આગળની સામુહિક રીતે ભાવયાત્રાની પ્રવૃત્તિ શરૂ કરી. - ભાવયાત્રા એટલે શુભ ભાવના, શુભ પરિણતિ, શુભ લેશ્યાની પ્રવૃત્તિ. કોઈ પણ આરાધના જો ભાવપૂર્વક કરાય તો અવશ્ય કર્મના દલિકો ઢીલા થાય. કર્મ ક્ષય થાય. સ્વપ્નમાં જોયેલું જેમ ભૂલાતું નથી. તેનું પરિણામ-ફળ અવશ્ય મળે છે. તેમ ભાવથી કરેલું- કલ્પેલું ભવિષ્યમાં સાકાર પણ બની શકે છે. માટે જ ભાવયાત્રાનું પુણ્ય બાંધવા ચાલો આપણે સૌ ચિંતન-મનન-શ્રવણ કરી સમયનો સદુપયોગ કરીએ. પુરીષાદાનીય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવંતના દર્શન કરી શાશ્વત તીર્થાધિરાજ શ્રી શત્રુંજય મહાગિરિની સ્પર્શના કરી ઉત્તર દિશા સન્મુખ મુખ રાખી શ્રી સિમંધર સ્વામીના દર્શન કરવાની ભાવનાથી નામ સ્મરણ કરી પ્રયાણ શરૂ કર્યું. ભરત ક્ષેત્રથી મહાવિદેહ ક્ષેત્ર સુધી જતાં માર્ગમાં ૬ (૭) પર્વતો ૬ (૭) ક્ષેત્ર (ભૂમિ) તથા સીતા આદિ ત્રણ નદીઓને ઓળંગી સુખમય ભાવયાત્રા હર્ષોલ્લાસ સાથે આગળ વધારવાની છે. માર્ગમાં “નમો જિણાણ'નો જાપ કર્યો. જય જય બોલતાં, સુમધુર સ્તુતિ બોલતાં આગળ પ્રવાસ વધાર્યો. જંબુદ્વીપના પૂર્વ મહાવિદેહક્ષેત્રમાં સુદર્શન નામના મેરુપર્વતને પ્રદક્ષિણા આપી પૂર્વ દિશા તરફ ૧૬ વિજયોને નિહાળતાં અનુક્રમે આઠમી પુષ્પકલાવતી વિજયમાં પુંડરીક નગરીમાં જ્યાં સિમંધરસ્વામી બિરાજે છે ત્યાં પહોંચી રહ્યા છીએ. કેવું અહોભાગ્ય! આ જીવે વિચાર્યું કે કયું નહોતું એવી પાવન તીર્થભૂમિ જેવી જગ્યાએ પહોંચી ગયા. સિમંધર સ્વામી ભ.નું જન્મકલ્યાણક વૈશાખ (ગુ.) વદ-૧૦ના કુંથુનાથ

Loading...

Page Navigation
1 ... 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174