Book Title: Phool Ane Foram
Author(s): Harishbhadravijay
Publisher: Navjivan Granthmala

Previous | Next

Page 140
________________ ૧૧૫ ગુરુની ભક્તિ આહાર-પાણી-વસ્ત્ર, પાટલાં-પાટ-આદિ અનેક પ્રકારે કરાય છે. તેથી વારંવાર ગુરુને વંદન કરતાં ઈચ્છકાર સૂત્રમાં ‘સ્વામી શાતા છે જી? ભાત-પાણીનો લાભ દેજોજી’ એમ બોલી વિવેકપૂર્વક શ્રાવક વિનંતી કરે છે. ‘સમકિતદાતા ગુરુ તણો, પશુવયારણ ન થાય.’ આ સંસારમાં પુણ્યના યોગે જો સમકિતની પ્રાપ્તિ થાય તો એ ગુરુનો ઉપકાર ક્યારે પણ ફેડી ન શકાય તેવો અમૂલ્ય છે. સાધુ, સાધ્વી પણ ૧૦ સમાચા૨ી નજર સામે રાખી ઉપકારની બુદ્ધિથી વડીલાદિની સેવા-ભક્તિ કરતાં હોય છે. વૈયાવચ્ચ કરવાની ભાવના ભાવે છે. ઉદાહરણો ઃ ★ જીરણ શેઠ ૪-૪ મહિના સુધી પ્રભુ વીરને ચોમાસી તપના પારણાનો લાભ આપવા વિનંતી કરતા હતા, પણ એ લાભ તો ન મળ્યો. પરંતુ ઉત્તમ ભાવનાના કારણે અચ્યુત વિમાનના આયુષ્યનો બંધ કર્યો. પુષ્પલતા સાધ્વીજીએ અશક્ત એવા અર્ણિકાપુત્ર આચાર્યની નિષ્કામ બુદ્ધિથી ભક્તિ કરી. ભક્તિના પ્રભાવે એ કેવળજ્ઞાનની લક્ષ્મીને પામ્યા. * બાહુબલીજીએ પૂર્વ ભવે ૫૦૦ મુનિઓની ખડે પગે સેવા-ચાકરી કરી, તે કારણે ચક્રવર્તી કરતાં પણ વધારે બાહુબળના સ્વામી થયા. ★ જયંતિ શ્રાવિકા મુનિઓને વસતિનું દાન આપતાં હતાં તેથી તે ‘શય્યાતી’ તરીકે જૈનશાસનમાં પ્રસિદ્ધ થયા. ★ શ્રી કૃષ્ણજીએ ૧૮ હજાર સાધુને ભક્તિથી વંદન વિધિ-સહિત કરી. ફળ સ્વરૂપ ત્રણ નરકગતિના દલિયા ઓછા થયા. ★ દ્રૌપદીએ પૂર્વભવે તપસ્વી મુનિને કડવું તુંબડુ વહોરાવી જન્મ-મરણ વધાર્યા. (૪) સાધર્મિક ભક્તિ ઃ સહધર્મિ-સમાન ધર્મનું પાલન-આચરણ કરનારને સાધર્મિક કહેવાય છે. તેને કલ્યાણમિત્ર પણ કહી શકાય. સાધર્મિકની ભક્તિ ક૨વાથી અવાંતર રીતે ધર્મની વૃદ્ધિ થાય, ધર્મની પ્રભાવના થાય. આ ઉપરાંત કોઈ કારણસર કર્મના ઉદયે જીવ, આર્થિક, માનસિક, શારીરિક રીતે નબળો હોય તો તેવી વ્યક્તિની વિવિધ પ્રકાર ભક્તિ કરી ધર્મમાં

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174