Book Title: Phool Ane Foram
Author(s): Harishbhadravijay
Publisher: Navjivan Granthmala

View full book text
Previous | Next

Page 141
________________ ૧૧૬ સ્થિર કરવાની તક મળે. સાધર્મિકનું બહુમાન (સંઘપૂજન) એટલે તેના આચરેલા શુદ્ધ ધર્મનું બહુમાન છે. સાધર્મિક ભક્તિનો મહિમા ગાતાં શાસ્ત્રોમાં કહ્યું છે કે, અન્ય ધર્મના કરેલા દાનાદિના કાર્ય કરતાં સાધર્મિકની ભક્તિનું પુણ્ય વધે છે. પ્રશંસાને પાત્ર છે. ત્રાજવાના એક પાત્રમાં અન્ય દાનાદિ ધર્મનું પુણ્ય કલ્પો ને બીજા પાત્રમાં સાધર્મિકનું, તો સાધર્મિક વધશે. પર્વાધિરાજ પર્યુષણાના પાંચ કર્તવ્યોમાં, તેમજ વાર્ષિક દશ કર્તવ્યોમાં સાધર્મિક ભક્તિને એક કર્તવ્ય તરીકે સ્થાન આપ્યું છે. એનો અર્થ એ જ કે તેનો મહિમા અપરંપાર છે. ઉદાહરણો : * ભ. સંભવનાથે સાધર્મિક ભક્તિ દ્વારા તીર્થંકર નામકર્મની નિકાચના કરી હતી. જિનદાસ શેઠે દયાની દ્રષ્ટિએ બે વાછરડાને ઘરે રાખ્યા પછી એ મુંગા જીવોની ધર્મશ્રવણ કરવાની ભાવનાને કારણે, સાધર્મિકના સગપણે ઉત્તમ પ્રકારે ભક્તિ કરી યાવતું સમાધિમરણ દ્વારા, દેવગતિ સુધી જન્મ સુધાર્યો. દેવ બનેલા એ વાછરડાંએ પ્રભુવીરને થયેલા ઉપસર્ગમાં સંકટ દૂર કર્યું. * જગડુશાહે લાખો રૂપિયાનું અનાજ સાધર્મિક ભક્તિ સ્વરૂપે દુકાળમાં વાપર્યું. ચતુર્થ વ્રતધારી વિજયશેઠ-શેઠાણીની ભક્તિ દશ હજાર શ્રાવકની ભક્તિ કરતાં વધુ મૂલ્યવાન છે એમ જ્ઞાની પુરુષે શ્રાવકને કહ્યું. * પૂણિયા શ્રાવક, સાધુ-સાધ્વીની ભક્તિ ઉપરાંત એક શ્રાવકની અને બીજે દિવસે એક શ્રાવિકાની સાધર્મિક ભક્તિ કરી ધન્ય બનતા હતા. (૫) માતૃભક્તિ (વડિલોની ભક્તિ)ઃ “મા” સંસારની અપેક્ષાએ એક આદરણીય પાત્ર છે. તેની સાથે પિતા, વડીલ, જ્ઞાની, ધ્યાનીનો પણ સમાવેશ થઈ શકે છે. માતા એક આદર્શ નારી છે. સંસ્કાર વહાવનારી સરિતા છે. વાત્સલ્ય આપનારી, સુખ-દુઃખમાં બાજી સંભાળનારી સ્ત્રી શક્તિ છે. પતનમાંથી ઉત્થાનના

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174