Book Title: Phool Ane Foram
Author(s): Harishbhadravijay
Publisher: Navjivan Granthmala

View full book text
Previous | Next

Page 137
________________ ૧૧૨ પ્રકારે ભક્તિ કરવામાં આવે છે. તે બોધિબીજની વૃદ્ધિ માટે કામ લાગે છે. આ ભક્તિ શ્રદ્ધાથી બુદ્ધિથી, ધીરજથી, સમતાથી, ધારણાથી અને ભાવના ઉત્તમ પરિણામે કરવાની હોય છે. વીતરાગ પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા જ્યારે કરીએ છીએ ત્યારે શ્લોક (પદ) મનમાં બોલવાના હોય છે. મુખકોશ બાંધેલો હોવાથી મોટેથી અવાજ કરવાનો ન હોય. પ્રભુના નવ અંગને જ્યારે સ્પર્શના કરીએ ત્યારે ૬/૧૨ મહિનાના બાળકને જેવી સુકોમળતાથી, લાગણીપૂર્વક, પ્રેમથી સ્પર્શ કરીએ તેમ ચંદન-કેસરવાળી આંગળી પ્રભુના ઉત્તમ અંગને લગાડવાની (સ્પર્શવાની) હોય છે. ચિત્તની પ્રસન્નતા એ જ પૂજાનું ફળ સમજવું. આ પ્રકારની ક્રિયા, વિનય, વિવેક, સહિતની હોય તો આપણને આશાતનાથી બચાવે છે. 4 અષ્ટ પ્રકારી પૂજા કર્મનિવારણ અને તેની ઉત્તમ પ્રકારે આરાધના કરનાર પુણ્યશાળીઓ. (૧) જળપૂજા ઃ આ પૂજા દ્વારા જ્ઞાનાવરણીય કર્મ ખપે છે. કલીકુંડ તીર્થમાં હાથીએ ભ. પાર્શ્વનાથ પ્રભુની પૂજા કરી ધન્ય થયેલ. (૨) ચંદનપૂજા કેસરપૂજા વેદનીય કર્મ નિવારણાર્થે કરાય છે. આ પૂજા જયસુર શુભમતિએ ભાવથી કરી હતી. (૩) પુષ્પપૂજા : નામકર્મના ક્ષય માટે કરવામાં આવે છે. આ પૂજા રાજા કુમારપાળે પૂર્વ ભવે અનુમોદનીય ભાવથી ૧૮ ફૂલો દ્વારા કરેલ. (૪) ધૂપપૂજા : આઠ કર્મોના રાજા મોહનીય કર્મના પ્રભાવને તોડવા, તેનાથી દૂર થવા કરાય છે. વિનયધર રાજાએ ઉત્તમ પ્રકારના સ્વદ્રવ્ય વાપરી કરેલ. (ધૂપનો સ્વભાવ સુગંધ ફેલાવે અને ધૂવો ઉપર જાય.) (૫) દીપકપૂજઃ દર્શનાવરણીય કર્મના દલિકોને ઓછા કરવા થાય છે. ધનશ્રી જિનમતિએ અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવા દીપકપૂજા કરેલ. (૬) અશતપૂજાઃ ચારે ગતિનો અંત કરવા સિદ્ધગતિમાં જવાની ભાવનાથી અક્ષતનો સાથીયો કરાય છે. પોપટ-મેનાએ વચન અને કર્ણની ખામી છતાં ઉત્તમ પ્રકારે અગ્રપૂજા કરેલ.

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174