________________
ગમનાગમણ કરનારા જ્યોતિષી અને છેલ્લા વિમાનમાં રહેનારા વૈમાનિક દેવો છે. આ ચારે પ્રકારના નામધારી દેવામાં પ્રથમ બે પાતાલલોક (મનુષ્યલોક)માં રહે છે. જ્યારે બીજા બે ચૌદ રાજલોકની અંદર ૮ થી ૧૪ રાજલોકમાં પોતપોતાની યોગ્યતા અનુસાર રહે છે. (સકલતીર્થ સૂત્ર અનુસાર)
ચોથા પટ્ટધર શ્રી સ્વયંભવસૂરિ મહારાજે દશવૈકાલિક ગ્રંથની પહેલી ગાથામાં ઘણી સમજવા જેવી વાત કરી છે –
ધખો મંગલ મુક્કિ, અહિંસા સંયમો તવો /
દેવા વિત્ત નમસંતિ, જરૂધમે સયામણો . ભાવાર્થ: “ધર્મ એ સર્વ મંગલોમાં ઉત્કૃષ્ઠમાં ઉત્કૃષ્ટ મંગલ છે. અહિંસાસંયમ અને તપ એ ત્રણ ધર્મના પાયા છે. એવો કલ્યાણકારી ધર્મ જે મનુષ્યના હૃદયમાં, અણું અણુમાં વસેલો છે તેવા (જીવ-મનુષ્ય) કલ્યાણવાંછુ આત્માને દેવતા પણ નમસ્કાર કરે છે.”
કલીકાળનું આશ્ચર્ય છે કે, વર્તમાન માનવી સામાન્ય રાગ-દ્વેષી દેવતાને સ્વાર્થની ખાતર નમસ્કાર કરે છે. જાપ જપે છે. હૃદય મંદિરમાં કાર્ય માટે બિરાજમાન કરે છે. જ્યારે મહાપુરુષો કહે છે, કે દેવતા માનવીને દેવગતિમાંથી નમસ્કાર કરે છે. આમાં બન્નેનો વિચાર ભેદ સમજવા જેવા છે. એક રાગ-દ્વેષવિષય કષાયથી યુક્ત હતા અને છે. જ્યારે બીજા સર્વથા રાગ-દ્વેષ રહિત વીતરાગી કમરહિત છે.
હકીકતમાં દેવતાઓ મુખ્યત્વે ચાર કારણે મૃત્યુલોકમાં આવે છે. (૧) તીર્થંકર પરમાત્માના (૪) કલ્યાણકને ઉજવવા ભક્તિ કરવા. (૨) ત્યાગીતપસ્વી-જ્ઞાની મહા પુરુષોના દર્શન કરવા, ધર્મભાવનાની અનુમોદના કરવા. (૩) શાસન પ્રભાવના રૂપે કલ્યાણકારી શુભ કાર્ય. અનુષ્ઠાનની અનુમોદના કરવા અને (૪) પૂર્વ ભવે બાંધેલા કષાયો-રાગ દ્વેષના કારણે જીવોની સાથે એક યા બીજી રીતે વેર વાળવા. દુઃખ આપવા.
ચતુર્ગતિમાં જન્મેલા જીવોના જાતિસ્વભાવને જો જોઈશું તેના ઉપર વિચાર કરીશું તો દેખાશે કે, દેવતા વાસનાના ભૂખ્યા (યોગ્યતા પ્રમાણે ઓછા-વધુ) અને અવિરતિવાન હોય. મનુષ્ય-ભાગ્યમાં હોય તો ધર્મ પામી શકે છે. વિરતિમય