________________
૧૦૬
સાધના જિનમંદિરમાં, ઉપાશ્રયમાં અથવા એવા સ્થળે કરવા બેસવું જોઈએ જ્યાં બીજા વિઘ્ન ન આવે, ચલવિચલ ન થવાય, એકાગ્રતા જળવાય.
વિધિમાં વજપંજર સ્તોત્ર મુદ્રા સહિત બોલવામાં આવે છે. શાશ્વત નવકાર મંત્ર-અને મુદ્રાનો તેમાં સમન્વય કરવામાં આવેલ છે. સમજદા૨ સાધક આ સ્તોત્ર બોલતી વખતે પોતે એક એવી કોઠીની કલ્પના કરી તેની અંદર બેસી સાધના કરવાનો છે. જેથી સાધનામાં કોઈ વિઘ્ન ન આવે તેની પૂર્વ તૈયારી કરે છે.
સાધના-ધ્યાન તમે નમસ્કાર મહામંત્રનું કે આત્મચિંતનનું કરો. કેટલાક જીવનની ખાટી મીઠી વાતોનું અથવા શાશ્વત ગિરિરાજ શ્રી શત્રુંજયગિરિનું ધ્યાન કરે છે. ધ્યાનની એક એક ક્ષણ અવિસ્મરણીય આનંદ ત્યારે જ આપે જ્યારે ધ્યાતા ધ્યેયની વિશાળતાને, શક્તિને જાણતો, માનતો, સમજતો હોય જેટલું ધ્યાનના સહારે ચિંતન-મનન કરવામાં આવે તેટલો એનો વિકાસ થાય. અને તેજ કારણે અનેક મિનીટો-કલાકો સુધી ધ્યાન ખૂટે નહિં. આત્મનિરીક્ષણ યા વસ્તુનું સુક્ષ્મદર્શન ધ્યાન દ્વા૨ા ક૨વાનું હોય છે. તે વખતે હું અને મારો આત્મા શિવાય બધુ ભૂલી જવાનું છે.
સંસારી જીવ વ્યાપારમાં આવક-જાવક, નફો-નુકસાન, વધ-ઘટ વિગેરેનું સૂક્ષ્મતાથી નિરીક્ષણ કરે તો જ સફળ થાય, સુખી થાય. પરીક્ષા આપનાર વિદ્યાર્થી પણ ટેક્સ બુકના દરેક પાનાને, તેના વિષયને ધ્યાનથી વાચે, પરીક્ષામાં સમજીને લખે તો જ ઉત્તિર્ણ થાય. મોટર ડ્રાઈવ૨ કે રસોઈ ક૨ના૨ વ્યક્તિ પણ પોતાની જવાબદારી પૂર્ણ કરતાં સચેત રહે તો જ મંઝીલે પહોંચે તેમ ધ્યાન પણ શરીરની અંદર રહેલા અરૂપી એવા આતમરામની ચર્ચા-શક્તિ-શુદ્ધિ-સફળતા ઉપ૨ નજ૨ રાખવા સાધકને સમજાવે છે.
ઓપરેશન વખતે ડૉક્ટર જેમ સાવધાની રાખે, મશીન ચલાવનાર પ્રોડેકશન-ઉત્પાદન સારું થાય તેની ચિંતા કરે તેમ ધ્યાન કરતાં એક એક પગલું વિચારપૂર્વક ભરવામાં આવે તો તેને સિદ્ધિ પ્રાપ્ત થાય. માત્ર એક નમસ્કાર મહામંત્રના ‘ન’ અક્ષર કે એક પદનું સ્મરણ ૭ કે ૫૦ સાગરોપમના પાપનો નાશ કરે છે.
વ્યાકરણમાં કર્તા-કર્મ-ક્રિયાપદ મુખ્ય ભાગ ભજવે છે. અનુભવી વ્યક્તિ ભૂત-ભવિષ્ય અને વર્તમાનને નજર સામે રાખી પુરુષાર્થ કરે છે. તેમ સાધકે ધ્યાન, શા માટે ? કેવી રીતે ? ક્યારે ? એવા વિચારો મગજમાં રાખી પગલાં