Book Title: Phool Ane Foram
Author(s): Harishbhadravijay
Publisher: Navjivan Granthmala

Previous | Next

Page 133
________________ ૧૦૮ ઓળખ માટે હજી નીચેના તેના નામો ભગવતિ સૂત્રના સહારે સમજી લો. યોગાત્મા - મન-વચન-કાયાના યોગવાળો નિર્મળાત્મા - સ્ફટીક જેવો પારદર્શક, નિર્મળ આત્મા કષાયાત્મા – કષાય જેવો લાલ બુંદ, નિત્ય જીવન જીવનાર જ્ઞાનાત્મા - ૮ આચારમાં વ્યસ્થ પ્રવૃત્તિવાન દર્શનાત્મા - ૮ આચારને જીવનમાં પાળનાર ચારિત્રાત્મા - ૮ આચાર પાળવામાં પ્રવૃત્તિશીલ ઉપયોગાત્મા – જ્ઞાનાદિમાં ઉપયોગવાન વિર્યાત્મા - પાંચ આચારને પાળવામાં શક્તિ ફોરવનાર. ધન જમીનમાં દાટેલું હોય તો કાળાંતરે પણ તે મળે તેમ આત્મામાં અનંત શક્તિ છૂપાયેલી છે. તે કર્મના વાદળ-આવરણ દૂર થતાં પ્રગટે. આવા પ્રકારનું ચિંતન કરનારને આત્માનો અનુભવ ધીરે ધીરે થાય. આત્મા સંબંધિ છ પ્રશ્નો પણ શાસ્ત્રમાં ચિંતન માટે લખ્યા છે. પ્રશ્ન-૧. આત્મા છે, ૨. નિત્ય છે, ૩. કર્મનો કર્તા છે, ૪. કર્માદિનો ભોક્તા છે, ૫. મોક્ષ છે, ૬. મોક્ષે જવાના ઉપાય છે. બાહ્ય રીતે સામાન્ય જેવા દેખાતા આ પ્રશ્નોની ઉપર વિચાર ધ્યાન દ્વારા કરવામાં આવે તો શાશ્વત આત્માની સિદ્ધિ થાય. તેનામાં શક્તિ-અસ્તિત્ત્વ, યોગ્યતા, સામર્થ્યનો પરિચય થાય. આઠ કર્મનો જ્યારે સંપૂર્ણ નાશ થાય ત્યારે આત્માની અંદર રહેલા *આઠ ગુણો પ્રગટ થાય પછી એ આત્મા શાશ્વત સુખનો ભોક્તા બને, મુક્તિ પામે. નમસ્કાર-નવકાર મહામંત્રનું ધ્યાન શરૂ કરવું હોય તો તેના પદ-રંગઅક્ષર-ગુણ-ગુણીના વિચારો કરવા પડે. નમો-નમસ્કાર એ શબ્દનો મહિમા ગાવો પડે. વિનય એ ધર્મનું મૂળ છે એ સમજવું પડે. ચોદ પૂર્વનો સાર આ મહામંત્ર છે. વગેરેનું ચિંત્વન-મનન કરતા મહિમાવંત મંત્રને પૂજ્ય ભાવથી જાપ કરતાં કર્મ ક્ષયનું નિમિત્ત થાય એ નિશ્ચિત છે. નવકાર મહામંત્ર જો અધિકારપૂર્વક સ્વીકારવો હોય તો તેના અર્થ, આત્માના આઠ ગુણ : ૧. અનંતજ્ઞાન, ૨. અનંતદર્શન, ૩. વીતરાગતા, ૪. અનંતવીર્ય, ૫. અવ્યાબાધ સુખ, ૬. અક્ષય સ્થિતિ, ૭. અરૂપીપણું, ૮. અગુરુ લઘુપણું.

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174