________________
૧૦૭
ભરવા જોઈએ. વધુ ઉંડા ઉતરવા શ્વાસે શ્વાસે શુભ વિચારોને વાગોળવા જોઈએ તો જ ધ્યાનમાં પ્રવિણતા પ્રાપ્ત થાય. કહ્યું પણ છે કે –
શ્વાસે શ્વાસે સમરું સ્વામી, જીવનના આધાર.
ધ્યાન, ખરી રીતે જે જીવનમાં નથી અને પ્રાપ્ત કરવા માટે કરવાનું છે. ગુણીયલના ગુણ જોઈ જેમ જીવનમાં ગુણ પ્રાપ્ત કરવાની ભૂખ જાગે છે તેમ ગુણને મેળવવા અવગુણ-દુર્ગુણને જીવનમાંથી બાદ કરવા પ્રયત્ન કરાય છે. ૨/૫ ટક્કા ગુણ પ્રાપ્ત કરી ૭૦/૮૦ ટક્કા પ્રાપ્ત થશે. તેવી આશા બંધાય તો સમજવું કે દાનવમાંથી માનવ થવાની લાયકાત આવી.
શરીરમાં છ કુંડલી છે. તેમાં છ મૂળાક્ષરને સ્થાન આપેલ છે. તે જાગૃત કરવા ધ્યાનાગ્નિ કામ આવશે. “સવ પાવપણાસણો' આ પદનો અર્થ નમસ્કાર-જાપધ્યાન. કાઉસ્સગ્ગ બધા પાપોનો નાશ કરે છે. આમ આત્મા અનુક્રમે કર્મરહિત, પાપરહિત, પવિત્ર થાય છે. જેમ શરીરમાં જઠરાગ્નિ ખાધેલું પચાવે, નકામું બાળે છે તેમ ધ્યાન પણ આત્મશુદ્ધિ કરે છે. એજ એનું મુખ્ય ફળ છે.
સામાન્ય રીતે કાઉસ્સગ્ગ ૧. દગ્ધગોષ, ૨. શૂન્યદોષ, ૩. અવિધિદોષ અને ૪. અતિ પરિણતિ દોષરહિત કરવો જોઈએ. તેમ ધ્યાન માટે પણ મન-વચનકાયાની ઉપર કાબૂ રાખી જો કરવામાં આવે તો તેમાં સાધકની પ્રગતિ થાય. મનને ગોપવી ન રાખો તો વ્યર્થ રાજકથા-દશકથા-સ્ત્રીકથા-ભક્ત કથામાં અટવાઈ આર્તધ્યાન કરવા લાગે માટે ધ્યાનીએ ત્રણ ગુપ્તિ પોતાના કબજામાં રાખવી જોઈએ.
અપ્યા ચેવ દમેયવો, અપ્યા હુ ખલુ દુદમો, અખા તો સુહી હોઈ, અસિલોએ પરસ્પંચ. (ઉત્તરાધ્યયન)
ભાવાર્થ: આત્માનું ધ્યાન કરવું હોય તો તેના પ્રકારોને પરિચય કરવો પડે. મહાપુરુષોએ તેના ૩ વિભાગ કર્યા છે.
૧ બહિરાત્મા - રાગી, ધન-ધાન્યાદિમાં મારાપણાની બુદ્ધિ-આસક્તિ ૨ અંતરાત્મા - વિરાગી, નશ્વર વસ્તુમાં ન રાચે, ન લોભાય. ૩ પરમાત્મા - વીતરાગી, જીવનમાં જ્ઞાનદર્શનાદિની સંપૂર્ણ પૂર્ણતા.
આ વિભાગ એટલા માટે બતાડ્યા કે આ જીવ આત્મા-મહાત્માઅધમાત્મા કે પરમાત્મા શેમાં રસ ધરાવે છે તે નિશ્ચિત થવું જોઈએ. આત્માની