________________
૯૪
ઉદાહરણ :
સ્વયંભૂરમણ સમુદ્રમાં ચોખાના દાણા જેટલી કાયાવાળો તંદુલીયો મત્સ્ય મોટા માછલાની પાંપણ પર નિવાસ કરે છે. તેણે મોટા મલ્યના મુખમાં અનેક નાના માછલા આવ-જા કરે છે તે જોયા. તેમાંથી એકેયને પણ આરોગતો નથી. મૂરખ છે. આ અશુભ વિચારે એ જીવ નરકગતિ પામે છે.
રાજગૃહી નગરીનો ભીખારી પણ અશુભ વિચારે શિલાને પહાડ ઉપરથી ફેકીને બીજાને મારવા જતાં પોતે મરી નરકગતિ પામે છે.
અષ્ટાપદ તીર્થ ઉપર રાવણ વીણા વગાડે છે. મંદોદરી નૃત્ય કરે છે. વિણાના તાર તૂટી જતાં નૃત્ય અખંડ રાખવા રાવણે પોતાની નસ તેમાં જોડી નૃત્ય અખંડ રાખી અપૂર્વ પુણ્ય બાંધ્યું.
જીરણ શેઠ ભાવથી પ્રભુવીરને ચોમાસી તપના પારણાનો લાભ આપવા વિનંતિ કરે છે. પણ પારણાનો દિવસ ભૂલી ગયા. બીજા શ્રેષ્ઠીએ લાભ લીધો. તેની અનુમોદના કરતાં અશ્રુત વિમાનવાસી દેવો થયા.
રાજા શ્રેણિકના પટ્ટરાણીની દાસી કપિલાને દાનશાળામાં દાન આપવાનું પુણ્ય કાર્ય સોપ્યું પણ દાસીને તે ન રૂચ્યું. સૌને એક જ વાત કહેતી હું દાન આપતી નથી. શ્રેણીક રાજાનો ચોટલો (ચમચા) આપે છે. તેવા અશુભ ભાવના કારણે અભિવિનો એ જીવ પુણ્ય બાંધી ન શક્યો. દુર્ગતિને પામ્યો.
માનતુંગ સૂરિમ. ભક્તામર સ્તોત્રની રચના શ્રદ્ધાથી ભક્તિથી જિનશાસનની પ્રભાવના માટે સમર્પણની ભાવનાથી કરી. ફળસ્વરૂપ બેડીના બંધનથી મુક્ત થયા.
ટૂંકમાં જાપ-ધ્યાન-કાઉસ્સગ્ગાદિનું ફળ કાળાંતરે મોક્ષની પ્રાપ્તિ છે. સૌ જીવો તે સ્થાને પહોંચે એજ.