________________
૧૫.
દેવ
દેવાધિદેવ નામ જિણા જિન નામા, ઠવણ જિણા જિવંદ પડિમાઓ, દવ જિણા જિન જીવા, ભાવ જિણા સમવસરણ થયા. ભાવાર્થ : વીતરાગ પરમાત્માનું નામ-એ નામજિન છે. પ્રતિમા એ સ્થાપનાજિન છે. જિનેશ્વરનો આત્મા (જીવ) એ દ્રજિન છે. અને સમવસરણમાં બીરાજી બારે પર્ષદા સમ્મુખ દેશના આપે એ ભાવજિન છે.
દસહા ભવણહિવઈ, અવિહા વાણમંતરા હુંતિ
જોઈસિયા પંચવિહા, દુવિહા વેમાણિયા દેવા ! ભાવાર્થ દેવગતિના દેવોના ૧૦ ભવનપતિ, ૮ વાણવ્યંતર, ૫ જ્યોતિષી અને ર વૈમાનિક એમ ૨૫ પ્રકારો છે.
દેવ' એટલે સામાન્ય રીતે પુણ્યોદયથી ઋદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત કરેલ (૧૨ દેવલોકમાં વસનારા) આત્મા.
બીજી રીતે સંસારી જીવોને શુભ આરાધના-સાધના-ઉપાસના કરવા લાયક મોક્ષગામી. સંસારથી મુક્ત થએલ વીતરાગ પરમાત્મા સિદ્ધાત્મા.
તેથી આપણે સર્વપ્રથમ દેવગતિના જીવોની મુલાકાત લઈએ.
ચતુર્ગતિરૂપ સંસારમાં દેવગતિમાં જન્મેલા જીવોને દેવ' કહેવાય છે. તેના કુલ જીવવિચારમાં કહ્યા મુજબ પર્યાપ્ત-અપર્યાપ્ત મળીને ૧૯૮ પ્રકારો છે. મુખ્યત્વે ભવનમાં રહેનારા-ભવનપતિ, જંગલાદિમાં વસનારા વ્યંતર, આકાશમાં
૯૫