________________
૯૮
મનોવર્ગણા દ્વારા સીમંધરસ્વામી ભારે પ્રશ્ન પૂછે. ભગવાન પણ મનોવર્ગનાથી જવાબ આપે. સમભાવે આયુષ્ય પૂર્ણ કરી મનુષ્ય થઈ બાકીની ઉત્તમોત્તમ ધર્મની આરાધના કરી કર્મ ખપાવીને મોક્ષે જાય.
દેવગતિના જીવો લોમ આહારી હોવાથી ઈચ્છા માત્રથી આહાર વર્ગણાના પુદ્ગલો શરીરમાં પ્રવેશી લે. તેથી એ તૃપ્ત થાય છે. તેઓને કેવલ (કોળીયા) આહાર લેવાની જરૂર રહેતી નથી. (આજે પણ લગ્ન મંડપમાં ગોઠવેલો ભોજન શો આંખે જોઈ ઘણાં ખાધાં વગર અડધું ભોજન કર્યાનો અનુભવ કરે છે.).
સકલતીર્થ સૂત્રમાં કહ્યા મુજબ ઉદ્ગલોકમાં દેવગતિમાં પહેલા સ્વર્ગથી અનુત્તર વિમાન સુધીમાં ૧,૫૨,૯૪,૪૪,૭૬૦ પ્રતિમાઓ ૮૪,૯૭,૦૨૩ જિનમંદિરો પ્રભુ ભક્તિ કરવાનું અનુકૂળ સાધન-નિમિત્તરૂપે છે. છતાં દેવો વૈભવ વિલાસમાં ડૂબેલા હોવાથી અવિરતિવાળા હોવાથી દીર્ઘ આયુષ્યને પુણ્ય બાંધવાનો ચાન્સ વેડફી નાખે છે. સુખી જીવન ભોગવી દુઃખી જીવન ભોગવવા એકેન્દ્રિયાદિ ગતિમાં જન્મે છે.
તીર્થકપર પરમાત્માના શાસન રક્ષક અધિષ્ઠાયક દેવ-દેવીઓ હોય છે. ઘણાં તેની આરાધના કરવા બેસી જાય છે. પરંતુ તીર્થંકર પરમાત્માની મન-વચનકાયાની શુદ્ધિ ચડતા પરિણામે જે આરાધના કરે તે આરાધકને સ્મરણ-ચિંતન કરવાથી દેવ-દેવીઓ આરાધનામાં આગળ વધવા સ્થિર કરવા વિનદૂર કરવા પ્રયત્ન કરે છે. પુરુષાર્થથી ધર્મારાધનામાં સ્થિર થવા પ્રેરણા આપે છે. થોયની ચોથી ગાથામાં આ જ વિચારો આપવામાં આવે છે.
આટલી ચર્ચા દેવગતિના જીવોની કર્યા પછી હવે જે સાચા આરાધ્ય વિતરાગી દેવાધિદેવ છે. તેઓ સંબંધિ ચિંતન-મનન કરી સાચા દેવની ઓળખ કરીએ.
આધ્યાત્મિક દ્રષ્ટિમાં દેવતત્ત્વ-ના બે વિભાગ કરી લઈએ. ૧-દેવનેઅરિહંત, તીર્થકર, વીતરાગ જિન-ભગવાન વિ. કહીશું. જ્યારે ૨. સિદ્ધને મુક્તાત્મા મોક્ષગતિ પ્રાપ્ત કરેલા જીવ કહીશું. અરિહંતની આરાધના “નમો અરિહંતાણં' પદથી થાય. જ્યારે સિદ્ધની ઉપાસના “નમો સિદ્ધાણં' પદથી થાય. અરિહંત પણ આયુષ્ય પૂર્ણ કરી સિદ્ધ જ થાય છે.
વિશસ્થાનક વિધિએ તપ કરી, ઐસી ભાવદયા દીલમાં ધરી, જો હોવે મુજ શક્તિ ઈસી, સવિ જીવ કરું શાસન રસી.