________________
૯૯
ભાવાર્થ : અરિહંત પદને પ્રાપ્ત કરવા એ જીવે પૂર્વના ત્રીજા ભવમાં વીશસ્થાનક પદનું વિવિધ રીતે કર્મ ક્ષયની ઉત્કૃષ્ટ ભાવનાથી આરાધન કરી તીર્થકર નામકર્મની નિકાચના (નિર્માણ) કરી સાથોસાથ સંયમ ધર્મનું નિરતીચારપણે પાલન કરી જીવમાત્રને જિન શાસનના અનુરાગી બનાવવાની ઉત્કૃષ્ઠ-ભાવના કેળવી એક આદર્શ આરાધક અને સમકિત ધારી તરીકેની છાપ ઉપાસાવે છે.
તીર્થકરનો આત્મા તીર્થંકર નામકર્મ બાંધ્યા પછી પ્રાયઃ બીજા ભવે દેવગતિને પામે છે. અને તે પછી દેવગતિનું આયુષ્ય પૂર્ણ કરી જ્યારે મનુષ્યગતિમાં જન્મ ધારણ કરે ત્યારે અનેકાનેક શુભ કલ્યાણકારી પ્રસંગો તેઓના જીવનમાં થાય. છતાં દરેક ક્ષણે દિવસે સંસારથી અલિપ્ત રહેવાની જ એ આત્મા પ્રવૃત્તિ કરે. ઉદાહરણ રૂપે ભ. મહાવીર પ્રભુના જીવનના પ્રસંગો ઉપર દ્રષ્ટિપાત કરીએ. * પ્રભુની રત્નકુક્ષી માતા અવન કલ્યાણક પ્રસંગે ૧૪ સ્વપ્ન જૂએ.
પ્રભુના આગમણના કારણે ઈન્દ્ર મહારાજા શકસ્તવ દ્વારા ૩૬ વિશેષથી
દેવભવનમાંથી જ સ્તવના કરે. જ પ્રભુના આગમનથી રાજ્યમાં ધન-ધાન્ય, કીર્તિ, સુખ, શાંતિની વૃદ્ધિ થાય. જ માતાને દુઃખ ન થાય તે માટે ગર્ભમાં હલનચલન બંધ કર્યું. જ પ્રભુનો ઉત્તમ ગ્રહ, નક્ષત્રના સંયોગે મધ્ય રાત્રીએ જન્મ થાય. (જન્મ
કલ્યાણક સમયે નરકના જીવો પણ થોડી ક્ષણ માટે શાતા પામે.) પ્રભુનો જન્મ કલ્યાણક મહોત્સવ કરવા ૫૬ દિગ્ગકુમારીકાઓ દશે દિશાથી આવી પોતાનું ઉચિત્ત કાર્ય ભક્તિરૂપે કરે. ૬૪ ઈન્દ્ર મેરુ પર્વત ઉપર પ્રભુને પંચરૂપે લઈ જઈ લાખો કળશાઓ વડે જન્માભિષેક કરે. પ્રભુના જન્મની ખુશાલીમાં રાજા બંદીવાનને મુક્ત કરે. પ્રજાને ઈચ્છીત વસ્તુ મુક્તમને અપાવે. પ્રભુનું યોગ્ય સમયે નામકરણ કરે. પ્રભુવીર આમલકી ક્રિડા બાળ મિત્રો સાથે કરવા ગયા. ત્યાં દેવતાએ પ્રભુના બળની-પૈર્યની પરીક્ષા કરી. વીર એવું નામ પાડ્યું. પાઠશાળાગમન, લગ્ન કાર્ય, પૂત્રી જન્મ, જમાઈ જમાલી સાથે પુત્રીના લગ્ન વગેરે સંસારી પ્રસંગો નિરપેક્ષભાવે, સાક્ષીભાવે કર્યા.