________________
૧૩
શ્રા
શ્રદ્ધાળુ
અશ્રદ્ધાળુ આપદાં કથિતઃ પંથાઃ ઈરિયાણામસંયમ,
તજજયા સંપદા માર્ગઃ યદિષ્ટ તે ન ગમ્યતા. ભાવાર્થ ઈન્દ્રિયોનો અસંયમ એ આપત્તિનો માર્ગ છે. ઈન્દ્રિયો ઉપર વિજય એ સુખ-સંપદાનો માર્ગ છે. બંને માર્ગ કલ્યા-બતાવ્યા છે, જે માર્ગે જવાની ઈચ્છા હોય તે માર્ગે જાઓ.
શ્રદ્ધા એટલે અખંડ અતૂટ વિશ્વાસ.
સર્વજ્ઞ ભગવંતોએ શાસ્ત્રમાં જે કહ્યું, પ્રરૂપ્યું તે કેવળજ્ઞાનીના વચન ઉપર દ્રઢ શ્રદ્ધા રાખવી એ સુખનો, શાંતિનો, સમાધિનો માર્ગ છે.
સંસારમાં ડગલેને પગલે જે કાંઈ પ્રવૃત્તિ ચાલે છે તે બધો વ્યવહાર શ્રદ્ધાના પાયા ઉપર નિર્ભર છે. વ્યાપારમાં, રસોઈમાં, ખાવામાં, વાતચીતમાં બધે જ શ્રદ્ધાનું સામ્રાજ્ય જોવા મળે છે. તેથી જ જીવનમાં મૈત્રીનો વ્યવહાર ચાલે છે. તો પછી ધર્મમાં શા માટે અશ્રદ્ધાનો જન્મ થયો છે ? આ એક પ્રશ્ન છે.
જ્ઞાનીપુરુષો ભૂત-ભવિષ્ય-વર્તમાન કાળને નજર સામે રાખી આગમના આધારે પ્રરૂપણા કરે છે. તેમાં નથી સ્વાર્થ કે નથી કેષ, જીવમાત્રનું કલ્યાણ થાય એ જ ભાવના છૂપાયેલી છે. માત્ર આવા ઉપકારક વચનો સ્વાર્થી સંસારી જીવને સંસાર ભોગવટામાં વિઘ્નરૂપ નડતા હોવાથી અશ્રદ્ધાનો સહારો લે છે. એટલું યાદ રાખવું જરૂરી છે કે, આ બધા વચનો ત્રિકાળજ્ઞાની કેવળજ્ઞાની એવા તીર્થકર પરમાત્માના સ્વમુખેથી વિધેયાત્મક રીતે કહેવામાં આવ્યા છે. પછી તેમાં ખામીઉણપને સ્થાન ક્યાંથી હોય?
૮૨