________________
૧૪
IQ
સભાવ
દુર્ભાવ આકર્ષિતોડપિ મહિતોકપિ, નિરીશિતોકપિ, નૂન ન ચેતસિ મયા વિકૃતોકસિ ભકત્યા, જાતોડસ્મિ તેન જન બાંધવ ! દુઃખ પાત્રમ્,
યસ્માત ક્રિયા પ્રતિફલતિ ન ભાવ શૂન્યા. ભાવાર્થ: હે જગત બંધુ ! મેં આપના ઉપદેશને ઘણો સાંભળ્યો, આપની ખૂબ પૂજા કરી તથા દર્શન પણ આપના ઘણાં કર્યા, છતાં એ બધુ નિશ્ચય પૂર્વક ભાવથી નથી કર્યું તેથી ઘણાં દુઃખનો પાત્ર બન્યો છું. (હવે સમજાયું કે, ભાવશૂન્ય (દ્રવ્યક્રિયા) ક્રિયા ક્યારેય ફળવંતી થતી નથી.
“યાદશી ભાવના, તાદશી ફલ'
ભાવના ભવનાશિની'
ભાવનાનું ઉદ્ગમ સ્થાન મન છે, જ્ઞાન-ક્રિયા-મોક્ષ જેમ સુપ્રસિદ્ધ છે તેમ ઉચ્ચ ભાવ અને પવિત્ર મન ભેગા થાય તો પરિણામ સારા આવે. કહ્યું છે કે, જેવી ભાવના તેવું ફળ તમે પામશો-મેળવશો.
રસોઈ કરનારે ભોજન રસવંતુ કરવા માટે ઘણી કાળજી રાખી પણ રસોઈમાં મીઠું નાખવાનું ભૂલી ગયા. તો તે ભોજન નીરસ બને. ખાવું ન ભાવે તેમ ધર્મની આરાધનામાં બધી જ વિધિ બરાબર થતી હોય, ઉપકરણ પણ જરૂરીઆત પ્રમાણે વાપર્યા હોય પણ ક્રિયા કરતી વખતે તેમાં ભાવ જ ન હોય તો એ સાવ ફીકકુંલુખ્ખ લાગે તેથી કહ્યું છે :
૮૮