________________
૧
મોક્ષનું બીજ સમકિત છે. સમકિતનું મૂળ જેમ તત્ત્વત્રયી ઉપર શ્રદ્ધા છે. તે રીતે જીવનને આદર્શ બનાવનારી ચાર ભાવના છે. મૈત્રી - પ્રાણી માત્રના હિતનું ચિંતન કરવા રૂપે. - તીર્થંકરનો આત્મા. પ્રમોદ - ગુણો-ગુણીજનો તરફ આદરબુદ્ધિ રૂપે. - કુરગડુ મુનિ. કારુણ્ય – દુઃખથી પીડિત પ્રાણીઓના દુઃખને દૂર કરવાની પ્રવૃત્તિ રૂપે. માધ્યસ્થ – ઉપદેશ કે હિતશિક્ષાદિથી ન સમજે તેવા દુબુદ્ધિ લોકો તરફ ઉપેક્ષા
રૂપે. માનવી સારી ભાવના ભાવી ન શકે અથવા સ્વભાવ અનુસાર તેનાથી અલિપ્ત રહે તો તેનું જીવન આદર્શમય, અભિનંદનીય ન થાય. તેના સ્થળે દુર્વિચારોના કારણે દુર્ગતિનો અતિથિ થાય - માટે એ લશ્યાને જાણી સમજી વિચારી લેવા જોઈએ. છ વેશ્યા અને જનરલ વિચાર : ૧. કૃષ્ણ : રૌદ્ર સ્વભાવી, ક્રોધી, અદેખો, મારફાડ કરનાર, દયારહિત નિર્વસ
પરિણામી-નરકગામી. ૨. નીલ : મંદબુદ્ધિ, કામી, ઠગ, અભિમાનનું પ્રદર્શન કરનાર-પ્રાયઃ તિર્યંચમાં
જાય. ૩. કાપોતઃ ઉપાધિવાન, આવેશવાન, સ્વ-પ્રસંશક, દુર્ગતિગામી. ૪. પતિ : જ્ઞાનનો સંગી, સદબુદ્ધિનો વારસદાર, વિવેકી, વિચારક, સંતોષી
મનુષ્ય દેવગતિ પ્રાયઃ પામે. ૫. પ : ક્ષમાપ્રધાન જીવન, ત્યાગની રુચિવાળો, ધર્મ ઉપાસક, પ્રસન્ન ચિત્ત
મનુષ્ય દેવગતિ પ્રાયઃ પામે. ૬. શુક્લ : અકષાયી, દૂષણ વગરનો, પ્રભુ ભક્તિનો રાગી. – મોક્ષગામી. ભાવની વ્યાપાકતા :
ભાવ-શબ્દનો સામાન્ય અર્થ કિંમત-મૂલ્ય જેમ થાય છે. તેમ “ગુણ' અથવા ધર્મ” પણ થશે. તત્ત્વાર્થાધિત્રમ સૂત્રમાં “ઔપશમિકાદિ પાંચ ભાવને વર્ણવ્યા છે. એનો અર્થ એ કે ભાવનું ક્ષેત્ર જેટલું વિસ્તારીએ તેટલું વિસ્તારી શકાય છે. એ જ રીતે જ્યાં જ્યાં ભાવ શબ્દ લગાડાય છે ત્યાં ત્યાં સોનામાં સુગંધ જેવું કાર્ય થાય છે.