Book Title: Pavitratane Panthe athwa 18 Papsthanaknu Vivran
Author(s): Manilal N Doshi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 5
________________ બે બેલ પવિત્રતા એ આત્માનો સ્વભાવ છે. સત્ય, પ્રેમ, દયા, મૈત્રી, પરોપકાર એ આત્માના સ્વાભાવિક ગુણ છે. આત્મા પિતાની શક્તિ, જ્ઞાન અને પ્રેમ જગતમાં પ્રગટ કરવા માગે છે, પણ તે પ્રગટ કરવામાં કેટલીક અસ્વાભાવિક–વિભાવિક વૃત્તિઓ નડે છે, અને તે અસ્વાભાવિક વૃત્તિઓ તે પાપસ્થાનકે છે. જીવાત્મા પોતાનું સત્ય સ્વરૂપ ભૂલી જઈ, રાગ, દ્વેષ અને કષાયોને વશ થઈ અહંકાર અને મમત્વભાવથી પ્રેરાઈને પિતાના સ્વભાવને અનુચિત એવાં અનેક પાપકર્મો આચરે છે, તેને જેનશાસ્ત્રકારોએ અઢાર વિભાગમાં વહેંચી નાખ્યા છે અને તેને પાપસ્થાનકો એવું નામ આપ્યું છે. તે પાપસ્થાનકેનું સ્વરૂપ શું છે? તેનાં કેવાં માઠાં પરિણામ આવે છે? અને તેમાંથી બચવાને કેવા પ્રકારના વિચારે તથા વર્તન રાખવું, એ આ પુસ્તકમાં બતાવવામાં આવ્યું છે. જેમ સર્પનું ઝેર ઉતારવાને તે ઉતરે નહિ ત્યાંસુધી પુનઃ પુનઃ ' એ જ મંત્ર બેલવામાં આવે છે, પણ તે પુનરુક્તિ દેષ ગણાતો નથી; તેમ પર પરિવાદ, પશુન્ય, અભ્યાખ્યાન વગેરે એકસરખા લાગતા દોષ સંબંધી વિવેચન કરવામાં કોઈ સ્થળે પુનરુક્તિ થઈ હોય તે તે સંતવ્ય ગણવામાં આવશે, એમ આશા રાખવામાં આવે છે. આપણા આત્મામાં અનંત શક્તિ છે, તેનું આપણને ભાન નથી. આપણે કર્મને અને કર્મની પ્રકૃતિને બહુ વિચાર કરીએ છીએ, પણ આત્માના એક પ્રદેશમાં અનંત કર્મસમુદાયને તેડવાનું સામર્થ્ય છે, એ બાબત પર વિશેષ લક્ષ આપવાની જરૂર છે. લાંબા સમયના અંધકારનો એક નાની સરખી દીવાસળી નાશ કરી શકે છે, તેમ જ આપણને આત્માની પવિત્રતાને, શક્તિનો અને પ્રકાશને ખ્યાલ આવે, જો આપણે તેનું ચિંતન કરીએ, તેને અનુભવવા પ્રયત્ન કરીએ તે આપણામાં એટલી બધી શક્તિ સ્કુરે કે જેના બળથી પાપસ્થાનકરૂપ દોષો આપણે ઘણી ત્વરાથી ટાળી શકીએ; માટે આપણે સ્વભાવે દિવ્ય છીએ અને દોષ તે આપણું નહિ પણ આપણી વિભાવપ્રકૃતિના છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 136