Book Title: Patanjal Yogdarshan Author(s): Rajveer Shastri Publisher: Darshan Yog Mahavidyalay View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વર્ણવેલ આત્મા-પરમાત્મા, મન-બુદ્ધિ, ઈદ્રિયો, સંસ્કાર, દોષ, કર્મ, કર્મફળ, પુનર્જન્મ, સુખ-દુઃખ, વિદ્યા-અવિદ્યા, બંધન-મોક્ષ આદિ પદાર્થોનાં સ્વરૂપને મનુષ્ય જો સારી રીતે જાણી લે, તો કેવળ વ્યક્તિગત અને પારિવારિક જ નહીં, પરંતુ સમાજ, રાષ્ટ્ર અને વિશ્વવ્યાપી હિંસા, જૂઠ, છળ-કપટ, અન્યાય, ચોરી, જારી આદિ સમસ્ત અનૈતિક દૂષણો પણ દૂર થઈ શકે છે. - યોગાભ્યાસ કરવાથી શરીર– મન, ઈદ્રિયો, બુદ્ધિનાં પ્રેરક, સંચાલક, નિયંત્રક, ચેતનતત્ત્વ આત્માને તથા સમસ્ત દશ્યમાન, અદશ્યમાન વિશાળ બ્રહ્માંડની પાછળ એક સર્વવ્યાપક, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, નિરાકાર, ન્યાયકારી, દયાળુ, ચેતનતત્ત્વ પરમાત્માનો બોધ થાય છે. આ યોગાભ્યાસના માધ્યમથી વ્યક્તિની બુદ્ધિ સૂક્ષ્મ થાય છે, સ્મૃતિશક્તિ વિકસિત થાય છે, એકાગ્રતા વધે છે, ઈદ્રિયો પર સંયમ થાય છે અને મન પર અધિકારની પ્રાપ્તિ થાય છે જેના પરિણામસ્વરૂપે યોગાભ્યાસી વ્યક્તિ પોતાના મનમાં વિદ્યમાન રાગ, દ્વેષ, મોહ આદિથી સંબંધિત અવિદ્યાજનિત કુસંસ્કારોને ઓળખી એમને દબાવવામાં, નિર્બળ કરવામાં અને આગળ વધીને નષ્ટ કરવામાં સમર્થ થઈ જાય છે. આ સંસ્કારોની વિદ્યમાનતામાં જ વ્યક્તિ સંસારમાં અનિષ્ટ કર્મો કરે છે અને દુઃખોને ભોગવે છે. આ યોગદર્શનમાં જન્મમરણના ચક્રમાંથી છૂટી મોક્ષપ્રાપ્તિ કરવાનું સમસ્ત વિધિવિધાન આપવામાં આવ્યું છે. સાથે સાથે યોગમાર્ગમાં આવનારા વિવિધ સાધકો, બાધકો (=બાધાઓ) અને સિદ્ધિઓ આદિનું પણ વિધાન કરવામાં આવ્યું છે, ગુજરાતી ભાષામાં વ્યાસભાષ્યની આર્ષ ટીકાનો અનુવાદ શ્રી ચિનુભાઈ પટેલે કરીને ગુજરાતી પાઠકો માટે એક મહાન ઉપકાર કર્યો છે. આર્યજગતના કૃતભૂરિપરિશ્રમ, યોગનિષ્ઠ સ્વામી સત્યપતિજી પરિવ્રાજકના યોગસંબંધી વ્યવહારિક મંતવ્યો, નિર્ણયોનો પણ સિદ્ધિઓના પ્રકરણમાં સમાવેશ કરી દેવામાં આવેલ છે જેનાથી આ ગુજરાતી આવૃત્તિના મહત્ત્વમાં વિશેષ વૃદ્ધિ થવા પામેલ છે. શ્રી દિનેશકુમાર સુખડિયા તથા નલિનચન્દ્ર મોદીએ પૂરતો પુરુષાર્થ કરી ભાવાનુવાદ તથા મુદ્રણ સંબંધી ત્રુટિઓનું સૂક્ષ્મતાથી પર્યાવલોકન કરી યથાસંભવ પરિષ્કાર કરવાનો ઉત્તમ પ્રયાસ કર્યો છે. અનુવાદક, સંપાદક, મુદ્રક, મુદ્રણસંશોધકો, દાની, વિતરકો સર્વે પ્રતિ શુભકામના પ્રકટ કરતાં એવી આશા કરું છું કે યોગ-જિજ્ઞાસુ, સ્વાધ્યાયશીલ, ધાર્મિક સજ્જનો આ પ્રાચીન બ્રહ્મવિદ્યાના અદ્વિતીય ગ્રંથનો અભ્યાસ કરીને પોતાના જીવનનાં ચરમ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સમર્થ થશે. એ જ આશા સાથે – - જ્ઞાનેશ્વરાય. For Private and Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 401