Book Title: Patanjal Yogdarshan Author(s): Rajveer Shastri Publisher: Darshan Yog Mahavidyalay View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે શબ્દO માનવે પાછલા કેટલાંક વર્ષોમાં વિજ્ઞાનના ક્ષેત્રમાં ચમત્કારિક ઉન્નતિ કરી છે. ખાદ્યાન્ન, વેશ પરિધાન, ભવન, સંદેશાવ્યવહાર, વાહનવ્યવહાર, ઉદ્યોગ, વ્યાપાર આદિના માધ્યમથી મનુષ્યનું ભૌતિક જીવન તો અવશ્ય જ ઊંચુ થયું છે. પરંતુ ધર્મ (અધ્યાત્મ)ના ક્ષેત્રમાં અપેક્ષિત ઉન્નતિ કરી નહીં શકવાના પરિણામસ્વરૂપ આજે ભોગ-સાધનોના વિપુલ સંગ્રહની વચમાં બેઠેલો હોવા છતાં પણ મનુષ્ય અશાંત, અસંતુષ્ટ, ચિંતિત, ભયભીત, પરતંત્ર અને સંતપ્ત બની ગયો છે. જીવનના અંતિમ ઉદ્દેશ્ય પૂર્ણ અને સ્થાયી સુખની પ્રાપ્તિ અને દુઃખની નિવૃત્તિ માટે વિજ્ઞાન અને ધર્મ બંનેની નિતાંત અપેક્ષા છે – જો એક, પગ સમાન હોય તો બીજું આંખ સમાન. વિજ્ઞાન વિના જો મનુષ્ય લંગડો છે, ગતિ નથી કરી શકતો તો બીજી બાજુ અધ્યાત્મ વિના મનુષ્ય આંધળો છે, કુમાર્ગનો રાહી બની દુઃખ ભોગવી રહ્યો છે. - આજે એક તરફ પાશ્ચાત્ય ભૌતિક વૈજ્ઞાનિકો કેવળ દશ્યમાન=ઈદ્રિયગમ્ય પદાર્થોનાં અસ્તિત્વને જ સ્વીકારી ઈદ્રિયો દ્વારા સેવાતા પાંચ ભૌતિક વિષયોને જ, જાણો, પ્રાપ્ત કરો અને ભોગવો” એવો નિર્દેશ કરી રહ્યા છે. આ પાંચ ઈદ્રિયવિષયો ઉપરાંત કોઈ અન્ય આનંદદાયક પ્રાપ્ય પદાર્થ પણ છે જેને જાણી, માની અને પ્રાપ્ત કરીને જ પૂર્ણ પ્તિ થઈ શકે છે, એવી તેઓની માન્યતા નથી. ધર્મ-અધર્મ, પાપ-પુણ્ય, કર્મફળ, સંસ્કાર, પુનર્જન્મ, આત્મા આદિના અસ્તિત્વને પણ તેઓ સ્વીકાર નથી કરતાં. તો બીજી બાજુ પૂર્વનાં અપૂર્ણ અધ્યાત્મવાદીઓ આ સમસ્ત દશ્યમાન-ઈદ્રિયગમ્ય-ભૂતભૌતિક પદાર્થો ને મિથ્યા બતાવી માત્ર અદશ્યમાન ઈન્દ્રિયોથી અપ્રત્યક્ષ આત્મા-પરમાત્મા આદિ પદાર્થોને જ જાણવા, પ્રાપ્ત કરવા ઉપર ભાર આપી રહ્યા છે. સંસારમાં સુખપૂર્વક રહેવા માટે કેવળ શરીરને જ સ્વસ્થ, સુંદર, બળવાન, પુષ્ટ, આકર્ષક, દીર્ધાયુ બનાવવાની અપેક્ષા નથી હોતી પરંતુ શાંતિ, પ્રસન્નતા, સંતોષ, નિર્ભીકતા, સ્વતંત્રતા માટે આત્મા અને મનને પણ શુદ્ધ અને બળવાન બનાવવાની અપેક્ષા હોય છે. ઋષિઓએ આ બીજા પ્રકારના કાર્યો માટે યોગનાં આઠ અંગોના પરિજ્ઞાન સાથે યોગાભ્યાસ કરવાનો ઉપદેશ કર્યો છે. દર્શનોમાં For Private and Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 401