________________
પાટણ તીર્થ દર્શન
[ ૭ ]
ગુજરાતનું સામ્રાજ્ય દક્ષિણે કેકણથી ઉત્તરે દિલ્હી સુધી અને પૂર્વે ગૌડથી પશ્ચિમે સિધુ સુધી વિસ્તરેલું હતું
આર્થિક અને વ્યાપારી દષ્ટિએ ગુજરાતનું પાટનગર પાટણ ભારતવર્ષનું સમૃધિવાન નગર હતું અને સૌથી વિશેષ તે સાંસ્કૃતિક દષ્ટિએ પાટણ એ પશ્ચિમ ભારતનું સાચું વિદ્યાપીઠ હતું. પાટણના પતન પછી ગુજરાતમાં એવું સુવિશાળ વિદ્યા કેન્દ્રનું સ્થાન હજી પણ વણપૂરાયેલું રહ્યું છે.
પાટણની જાહેજલાલી તે સિધ્ધરાજ અને કુમારપાળના વખતમાં પરાકાષ્ટાએ પહોંચી હતી. શહેરના મધ્ય ભાગમાં આવેલું, એક હજાર શિવાલ વડે પરિવૃત્ત સહસ્ત્રલિંગ સરોવર શહેરીઓનું પૂજાસ્થાન, વિદ્યાસ્થાન તેમજ મને વિનંદનું સ્થાન હતું. કિનારે સંખ્યાબંધ વિદ્યામઠા હતા જેમાં વિદ્યાથીઓ. તર્ક-વ્યાકરણ અને સાહિત્યનો તેમજ વિવિઘ દર્શન શાસ્ત્રોને અભ્યાસ કરતા હતા. સંસ્કૃત વિદ્યાનું કેન્દ્રસ્થાન પાટણ હતું.
કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યું અનેક ગ્રંથરત્નને અમૂલ્ય ખજાને આપીને જગતને જ્ઞાનને વારસે આપે છે. પાટણ એ સમયમાં વિદ્વાને આશ્રયસ્થાન-જન્મસ્થાન હતું.
શ્રી હેમચંદ્રાચાર્ય, શ્રી અભયદેવસૂરિ, શ્રી મયગિરિ, શ્રી યશચંદ્ર, સેમપ્રભાચાર્ય, પ્રજ્ઞાચક્ષુ રાજકવિ શ્રીપાલ, તેને પુત્ર સિદ્ધપાલ, પિત્ર વિજયપાલ, ગણપતિ વ્યાસ, વાગભટ, સેમેશ્વર, સુભટ, હરિહર, નાનાક પંડિત, અરિસિંહ, અમરચંદ અને વસ્તુપાલ વગેરે વિદ્વાનેથી પાટણ વિદ્યાકેન્દ્ર બની રહ્યું હતું.
પાટણની સમૃદ્ધિની યશગાથા તે દેશ-વિદેશના મુસાફરે એ ગાઈ છે અને હીરા-મોતી-માણેકના બજાર અને ગગનચુંબી મંદિર (વિહાર) તથા ભવ્ય મહાલયથી પાટણ એક સમૃદ્ધિશાળી શહેર હતું. પણ સં. ૧૩૬૦માં પાટણનું પતન થયું અને પાટણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org