________________
[૨૦]
પાટણ તીર્થ દર્શન
સભાએ પ્રકાશિત કર્યો છે. સભા પાસે સ્થાયી ફંડ નથી. ક્ત સભ્યોના લવાજમ તથા લગ્નસરાની ભેટ ઉપર સંસ્થા પિતાની પ્રવૃત્તિઓ ચલાવે છે.
આ સભાને અમૃત મહોત્સવ ઉજવવાની વ્યવસ્થાપકોની ભાવના છે. પાટણ આવતા યાત્રિકોને આ સભા, તેનું સુંદર મકાન તથા સમૃદ્ધ પુસ્તકાલય, વગેરે જોવાની આગ્રહભરી વિનંતિ છે.
* શ્રી પાટણ જન મંડળ છાત્રાલય #
ફાટીપાળ દરવાજા બહાર શેઠ જેશીંગભાઈ ઝવેરચંદ ગમાનચંદે ભેટ આપેલ વાડીમાં પ૭ વર્ષથી બત્રાલય ચાલે છે. આજ સુધીમાં સેંકડો વિદ્યાર્થીઓએ તેનો લાભ લીધો છે.
આ છાત્રાલયમાં સુંદર મંદિર-સ્વીમીંગ બાથ, વ્યાયામ શાળા. ભોજન શાળા, ન્હાવા માટે સ્નાનગૃહ તથા પ્રાર્થનાગૃહની સુંદર વ્યવસ્થા છે. છત્રાલયના વિશાળ મેદાનમાં પુષ્પોથી મઘમઘતો સુંદર બાગ છે જેના પુષ્પ શહેરના મંદિર માં જાય છે અને શ્રી જેશીંગભાઈની ભાવના પષાય છે.
+ શેઠ ચુનિલાલ ખુબચંદ બાલાશ્રમ +
નાના વિદ્યાર્થીઓ માટે શેઠ ચુનિલાલ ખુબચંદની ઉદાર સહાયથી બાલાશ્રમ ચાલે છે. બાલાશ્રમની વ્યવસ્થા છાત્રાલય તરફથી થાય છે. આ બાલાશ્રમને શેઠ ચુનિલાલ ખુબચંદ તરફથી કુલ રૂા. પ૦૦૦૧) નું દાન મળ્યું અને શ્રી નટવરલાલ છોટાલાલ તથા શ્રી પિપટલાલ ભીખાચંદે સારી રકમ નોંધાવી અને બીજા ભાઈ બહેનના દાનથી રૂા, ૨,૨૬,૧૮ નું ફંડ થયેલ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org