________________
[૪૮]
પાટણ તીર્થ દર્શન
0 કંબોઇ .
" મહેસાણાથી હારીજ જતી રેલ્વે લાઈન ઉપર કંઈ સ્ટેશન છે. સ્ટેશનથી ૧ કિ. મી. દૂર કંઈ ગામ આવેલું છે. તેમાં શ્રી મનમોહન પાર્શ્વનાથ ભગવાનનું નાજુક મંદિર જીર્ણોદ્ધાર પામી નવા સ્વરૂપે દેખાય છે.
કંઈ ગામ તે અગિયારમાં સૈકા પહેલાનું હોય એમ એક દાનપત્રના આધારે સાબીત થયેલ છે. સં. ૧૯૩૮ની એક ધાતુમૂર્તિમાં કંબોઈ ગામને ઉલ્લેખ મળે છે. આ ઉપરથી આ તીર્થ સત્તરમા સૈકા કરતાં યે પ્રાચીન હેય એમ મનાય છે. આ મંદિરમાં મૂળનાયકની મૂર્તિ લાવણ્યમયી છે. ગાદીમાં કંડારેલા વેલબુટ્ટા યુક્ત કમલ પત્રની કેરણી ઉપરથી તે સંપ્રતિના સમયની હોવાનું જણાય છે.
આ મંદિરને મૂળ ગભારે, સભામંડપ, અંદર ચાર દેરીઓ અને ઉપરના ભાગમાં ચાર ઘુમ્મટ અને શિખર છે. ગભારામાં રંગબેરંગી કાચનું મનહર જડાવ કામ રોનક ભર્યું દેખાય છે. તેમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના દશ ભ, રાજગૃહી, પાવાપુરી, ચંપાપુરી વગેરે તીર્થો સિદ્ધચક્રને પટ્ટ તેમ જ ગજસુકુમાલ મુનિનાં ભાવવાહી દ્રશ્ય આલેખ્યા છે-ચારે ખૂણે ચાર દેરીઓ છે. કંબઈમાં વિશાળ જૈન ધર્મશાળા છે. ફાગણ સુદ ૨ના દિવસે મટે મેળો ભરાય છે.
અહીં ટીબામાં શોધખોળ કરવામાં આવે તે કેટલીયે પ્રાચીન વસ્તુઓ હાથ લાગે તેવું આ પ્રાચીન સ્થળ છે.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org