________________
પાટણ તીર્થ દર્શન
[૪૭]
જ ધર્મશાળા અને વહીવટ ક
અહીંની ધર્મશાળા ખૂબ વિશાળ છે. ધર્મશાળાને પૂર્વ અને દક્ષિણ દિશામાં બે માળ છે અને ધર્મશાળાને બાકીને ભાગ બેઠા ઘાટને એકજ માળને છે. અહીં ભેજનશાળાની વ્યવસ્થા છે.
૦ પ્રાચીન સ્થિતિ છે.
આ તીર્થ ધાણધાર પ્રદેશમાં આવેલું છે. પ્રાચીન નામ ભીમપલ્લી હતું અને તે મોટું નગર હતું. અહીં જેનેની બહેળી વસ્તી હતી. જૈન મંદિર પણ એક કરતાં વધુ હતાં. મંત્રીશ્વર વસ્તુપાલ શ્રેષ્ઠિ અને ભુવનપાલે અહીં સુંદર જિન-પ્રાસાદે બંધાવ્યા હતા. ભીમપલ્લી એ પ્રાચીન ગ્રંબાવતી.
X ભીમપલલીને નાશ ૪
શ્રુતજ્ઞાની શ્રી સમપ્રભસૂરિ મહારાજે પે તાના જ્ઞાનથી આકાશદર્શન કરતાં બારમા ભવનમાં આવેલા સૂર્ય ને જે ત્યારે જાણ્યું કે આ નગરીને વિનાશ થવાને છે. તેથી ચાતુર્માસ પૂરું થયા પહેલાં, બે કાર્તિકમાંના પહેલા કાર્તિક મહિનામાં ચોમાસી ચૌદશનું પ્રતિક્રમણ કરીને આ નગરીને છેડી ગયા. આચાર્યશ્રીની સૂચનાથી શ્રાવકે પણ આ સ્થાન છેડી ગયા અને રાધનપુર જઈને વસ્યા. છેડા સમય પછી ભયંકર આગથી આ નગરીને નાશ થયો હતો.
આવા પ્રભાવિક તીર્થની યાત્રાને લાભ સૌ કેઈએ લે. જોઈએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org