________________
પાટણ તીર્થ દર્શન
[૪૫]
* શ્રી ભીલડીયા પાર્શ્વનાથનું મંદિર જ - આ મંદિરમાં જવાને માટે મોટા દરવાજામાં થઈને પ્રથમ ધર્મશાળાના ચગાનમાં જવાય છે. એ માટે મેદાનની સામે જ ઉત્તર દિશામાં રહેલા ભવ્ય મંદિરના દર્શન થાય છે. મંદિરને ફરતો કોટ છે.
ભેંયરાની પ્રતિમાઓ જિનાલયના મુખ્ય દ્વારમાં પેસતાં જ પ્રથમ ભેંયરામાં મૂળનાયક તરીકે શ્રી નેમિનાથ ભગવાન બિરાજમાન છે. તેમની જમણી બાજુની ચોકીમાં શ્રી આદિનાથ ભગવનની શ્વેત આરસની પ્રતિમા છે. જ્યારે ડાબી બાજુની ચેકીમાં પાષાણની ચોવીશી–પ્રતિમા અને ધાતુની એક પ્રતિમા છે.
+ ભીલડીયા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા +
મૂળનાયક તરીકે વચલી ચેકીમાં શ્રી નેમિનાથ ભગવાન બિરાજે છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા શ્યામવર્ણની સફણાલંકૃત છે. પરિકર અને પ્રતિમા એકજે આરસમાંથી બનાવેલા છે. પરિકરમાં બંને બાજુએ કાઉસગિયા છે. નીચે નવગ્રહ, યક્ષ-યક્ષિણી-શાસન-દેવતા, હાથી વગેરેના લાક્ષણિક ચિહે છે. આ મનહર પ્રતિમા જાણે સંપ્રતિ રાજે ભરાવી હોય એવી લાગે છે.
મૂળનાયક સામે જમણી બાજુના ગોખલામાં શ્રી ગૌતમગણધર મહારાજની મૂર્તિ છે. તે પાટપર બેઠેલા છે. હાથમાં મુહપત્તી છે કમરની પાછળ એ છે અને શરીરપર કપડાંની નિશાની છે. પાછળ ભામંડળ છે. તેમના ચરણે પાસે એક શ્રાવક-શ્રાવિકાનું યુગલ હાથ જોડી સ્તવના કરી રહ્યું છે. આ પ્રતિમા ઉપર સં. ૧૩ર૪ વૈશાખ વદી પનો લેખ છે.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org