Book Title: Patan Tirth Darshan
Author(s): Hemchandracharya Jain Sabha
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan

View full book text
Previous | Next

Page 78
________________ પાટણ તીથી દર્શન જીવનમાં એક વખત આ તીર્થધામના દર્શન-પૂજન આત્મશુદ્ધિ અને આત્મશાંતિ અપી જશે. ઉત્તર ગુજરાતમાં આ તીર્થધામ અજોડ અને અનુપમ છે. એ જગલમાં મંગળ સમું દર્શનીય છે મહેસાણા રેલ્વે જંકશન મંદિરથી દોઢ કિ. મી. દૂર છે અમદાવાદ દિલ્હી નેશનલ હાઈવે ઉપર આ તીર્થ આવેલ હાઈ મેટર માર્ગે બહુ સારી રીતે આરામથી અહીં આવી શકાય છે. જ શ્રી શંખેશ્વર મહાતીર્થ છે. પ્રાચીન ગ્રંથમાં શંખેશ્વરનો ઉલ્લેખ શંખપુર નામે થયે છે. શંખેશ્વર પાર્શ્વનાથ પ્રતિમાજી ચમત્કારિક હોવાને કારણે ગામનું નામ પણ શંખેશ્વર પડ્યું. પ્રાચીન કાળમાં અષાઢી નામના શ્રાવકે ચાલ્પ, સ્તંભપુર અને શંખેશ્વરમાં જિન પ્રતિમાઓ બિરાજમાન કરાવી હતી. દંતકથા અનુસાર જરાસંઘ અને શ્રી કૃષ્ણ વચ્ચે થયેલા યુધ્ધમાં જરાસંઘે શ્રી કૃષ્ણ તરફ જરા ફેંકી ત્યારે આ પ્રભુપ્રતિમાજીના હુવણ જળને તેના ઉપર છાંટી, જેના પ્રભાવથી ઉપદ્રવ શાંત થયા હતે. આ જિન-મંદિરને વારંવાર જીર્ણોધ્ધાર થયે છે. પ્રથમ જીર્ણોધાર સિધરાજના મહામંત્રી સજ્જન શાહે આચાર્ય દેવચંદ્રસૂરિશ્વરજીની હાજરીમાં વિક્રમ સંવત ૧૧૫૫માં કરાવ્યો હતો. એ સમયે આ સ્થધી જાહોજલાલી પૂર્ણ હતું. આચાર્ય શ્રી વર્ધમાનસૂરીના મુખેથી આ તીર્થને મહિમા સાંભળી વસ્તુપાલ તેજપાલે લગભગ વિ. સં. ૧૨૯૬માં જરૂરી જીર્ણોદ્ધાર કાર્ય કરાવ્યું અને બાવન જિનાલયની દેરીઓ ઉપર સુવર્ણકળશ ચઢાવ્યા. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96