________________
પાટણ તીર્થ દર્શન
[૫૩]
-
--
-
શ્રી પરમદેવસૂરીજીએ રાજવી દુર્જનશલ્યનો કોઢ શંખેશ્વર પ્રભુની આરાધનાથી મટાડે હતો. આ સૂરીજીના ઉપદેશથી દુર્જનશલ્ય લગભગ વિ. સં. ૧૩૦૨માં આ મંદિરને ફરી જિર્ણોદ્ધાર કરાવ્યું હતું. ત્યારબાદ અલ્લાઉદ્દીનના સૈનિકે એ આ તીર્થને ક્ષતિ પહોંચાડી, ત્યારે સંઘે પ્રભુની પ્રતિમાની સુરક્ષા કરી હતી.
શ્રી વિજયસેનસૂરીને ઉપદેશથી માનાજી શ્રાવકે લગભગ વિ. સં. ૧૯૨૮ થી ૧૯૭૨ સુધીમાં ફરીથી જિર્ણોદ્ધાર કરાવ્યાને ઉલ્લેખ છે.
વિ. સં. ૧૭૬૦માં ફરીથી જિર્ણોદ્ધાર કરીને શ્રી વિજય પ્રભસૂરીસ્વરજીના પટ્ટધર શ્રી વિજય રત્નસૂરીશ્વરજીના હાથે પ્રતિષ્ઠા થયાનો ઉલ્લેખ છે.
આ બધા ઉલ્લેખોથી આ તીર્થની મહત્તા અને પ્રાચીનતા સહેજે સમજી શકાય છે. આ દહેરાસર સુંદર બેઠી બાંધણીનું વિશાળ અને મને હર છે. મૂળ ગભારે, બે સભા મંડપ, મૂળ ગભારાની બન્ને બાજુ એક એક શિખરબંધી ગભારે, ભમતીમાં બાવન જિનાલયની દેરીઓ શંગાર એકીઓ અને વિશાળ ચેક મનોરમ્ય છે. ગૂઢ મંડપની દિવાલમાં મને હર ચિત્રકામ રાધનપુર નિવાસી શ્રી કમળભાઈ ગુલાબચંદની દેખરેખ નીચે થયું છે શ્રી પાર્શ્વનાથ પ્રભુના દસે ભવના તથા પાંચકલ્યાણકના સુંદર ભાવે આલેખ્યા છે. પ્રભુની પ્રતીમા અતિ સુંદર અને પ્રભાવશાળી છે.
શંખેશ્વરમાં રહેવા માટે છ ધર્મશાળાઓ છે. વિજળી, પાણી, વાસણ, ઓઢવા, પાથરવાના સાધનો તેમ જ ભેજનાલયની સુંદર વ્યવસ્થા છે.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org