Book Title: Patan Tirth Darshan
Author(s): Hemchandracharya Jain Sabha
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan

View full book text
Previous | Next

Page 77
________________ પાટણ તીર્થ દર્શન [૫૧] - - - નવા બાંધકામવાળી સંપૂર્ણ સગવડવાળી ધર્મશાળા બાંધવામાં આવી છે. પૂર્ણ સગવડવાળી ભેજનાલયની વ્યવસ્થા વેતામ્બર પેઢી તરફથી થયેલી છે. ૦ શ્રી સમધર સ્વામી જિનાલય-મહેસાણા ૦ મહેસાણા ગામની બહાર અમદાવાદ જતા રાષ્ટ્રીય ધેરી માર્ગ ઉપર શ્રી સીમંધર સ્વામી પરમાત્માનું ભવ્ય-બેનમૂનકલાત્મક મંદિર શોભી રહયું છે. આ મંદિરના મૂળ નાયક શ્રી સીમંધર સ્વામીની મૂર્તિ ભારતભરમાં અજોડ અનુપમ અને ચમત્કારી છે. જૈન શાસ્ત્રાનુસાર શ્રી સિમંધર સ્વામી કેવળજ્ઞાન પછી આજે પણ પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં વિચરણ કરે છે. શ્રી સિમંધરસ્વામી ભગવાનનું આવી શૈલીવાળું સુંદર વિશાળ કટની વચ્ચે કલાપૂર્ણ, ગગનચુંબી શિખરવાળું ભવ્ય મંદિર ભારતમાં પ્રથમ ગણી શકાય; સાથે સાથે મહેસાણાની ભૂમિના ભાગ્ય પણ જાગ્યાં એમ કહી શકાય. આ મંદિરની પ્રતિષ્ઠા વિ. સં. ૨૦૨૮માં વૈશાખ સુદ છઠ્ઠના દિવસે થઈ હતી. - આ મહેસાણા ગામ વિકમની ૧૨ મી સદી પહેલાં વસ્યું હશે એમ શિલાલેખો ઉપરથી પ્રતીત થાય છે. મહેસાણા ગામમાં પણ મનમોહન પાર્શ્વનાથનું પ્રાચીન મંદિર છે. આ મંદિરમાં એક ગૃહસ્થની મૂર્તિ છે. જેના ઉપર વિ. સં. ૧૨૫૭ અષાડ સુદ-૯ ને લેખ છે બીજા સુમતિનાથ ભગવાનના મંદિરમાં એક સાધુની મૂર્તિ છે જેના ઉપર પણ ૧૨૫૭ અષાડ સુદ ૯ ને લેખ છે. સંભવ છે કે આ મૂર્તિ આચાર્ય હેમચંદ્રની હેય. શ્રી સિમધર સ્વામી તીર્થ સ્થાનમાં યાત્રિકે સુખ સાતામાં રહી દર્શન પૂજન કરી શકે ઉપરાંત આરામ કરી શકે તે માટે મેટી ધર્મશાળા પણ બાંધવામાં આવેલી છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96