________________
[૪૬]
પાટણ તીથ દઈન
ભોંયરાના ઉપરના મજલામાં મૂળનાયક તરીકે શ્રી મહાવીર સ્વામીની પ્રતિમા છે જેની જમણી ખાજીના ગભારામાં શ્રી મુનિસુવ્રત સ્વામી અને શ્રી શાંતિનાથ ભગવાનની મૂર્તિ છે. ડાબી તરફના ગભારામાં શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિમા છે. પ્રદક્ષિણામાં ફરતી ૩૧ નાની દેરીઓ છે. એક દેરીમાં શ્રી ચક્રેશ્વરી દેવીની મૂર્તિ છે. આ મંદિરમાં શ્રી શત્રુંજય અને શ્રી ગિરનાર એમ બે તીપટો આરસના પથ્થરમાં કારાવી ચીતરાવીને કાચથી મઢેલા છે, જે દર્શનીય છે.
વિ. સ. ૧૮૭૩ પહેલાં સરિયદ ગામના શ્રાવકોએ ભીલડીચાજી પાર્શ્વનાથ ભગવાનને પોતાના ગામ લઈ જવા પ્રયત્ન કર્યા હતા પણ મુખ દ્વારમાંથી ભગવાન બહાર નીકળી શકયા હિ અને ભમરાઓ ફ્રી વળ્યા તેથી પ્રતિમાજી તે જ સ્થળે રહ્યા.
શ્રી નેમિનાથ ભગવાનનું મંદિર
આ મંદિર ગામમાં આવેલુ છે. આ મંદિરને ત્રણ ગભારા અને ત્રણ ઘુમ્મટ છે વચ્ચેના મૂળ ગભારામાં મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાન ખીરાજે છે. ડાખી આજીએ શ્રી ઋષભદેવ અને જમણી તરફ શ્રી ચંદ્રપ્રભ ભગવાનની મૂર્તિ ખીરાજમાન છે. મૂળનાયકના મુખ્ય ગભારા બહાર એક યક્ષની મૂર્તિ છે. મૂળ ગભારામાં શ્રી અખિકાદેવીની મૂર્તિ છે. આ બન્ને
ઉપર સ’, ૧૩૪૪ ના લેખ છે.
દેવી 'દિર
ભીલડીમાં ગામના મંદિરની સામેના કુવા પાસે એક દેવી મંદિર છે. તે રાધનપુરમાં રહેલા મહાલીયા (મસાલીયા) કુટુંબના કુળદેવી તરીકે મનાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org