________________
પાટણ તીર્થ દર્શન
[૪]
શ્રી પાર્શ્વનાથ ભગવાનની જમણી બાજુએ શ્રી શીતળનાથ ભગવાન અને ડાબી બાજુએ શ્રી આદીશ્વર ભગવાન છે. મૂળ ગભારામાં આ પ્રમાણે ફક્ત ત્રણ જ મૂર્તિઓ છે. સભામંડપના બંને બાજુના ગોખલામાં એકેક જિન મૂર્તિ પાષાણુની છે. શ્રી શીતળનાથ ભગવાનની મૂર્તિ પાલીતાણથી લાવીને સં. ૧૯૮૪ના જેઠ સુદ પને દિવસે સ્થાપના કરી છે.
પાટણથી સમયે સમયે ચારૂપનો સંઘ નીકળે છે અને તીર્થયાત્રાને આનંદ મેળવે છે.
# મેત્રા
*
પાટણથી કાકેશી-રેલ્વેલાઈન ઉપર મેત્રાણરેડ સ્ટેશન છે. સ્ટેશનથી એક માઈલ દૂર અને સિદ્ધપુરથી પાંચ ગાઉ દૂર મેત્રાણા તીર્થ આવેલ છે. અહીં શ્રી આદીશ્વર ભગવાનનું શિખરબંધી મંદિર છે. આ મંદિર તે ૬૦ વર્ષ પહેલાં બંધાવેલું છે. પણ અગાઉ અહીં જિનમંદિર હોવાના પુરાવા મળે છે.
મેત્રાણાગામની બહાર એક પાળિયે ઊભે છે. એ પાળિયા ઉપરના શિલાલેખમાં લખ્યું છે કે સં. ૧૩૪૩ના અષાડ શુદ ૫ ને સે મવારના દિવસે દેવસમ્મુખ ધાડુ પડ્યું અને તેમાં જયંતસિંહ મરાયે અને તેની સાથે તેની પત્ની સતી થઈ.”
આ ઉપરથી એમ માનવાને કારણે મળે છે કે સં. ૧૩૪૩માં અહીં જિન મંદિર હશે તેથી જ્યારે દેવસમુખ ધાડુ પડયું ત્યારે બહાદુર યુવાન જયંતસિંહે મંદિરના બચ.વમાં પિતાને પ્રાણ આપ્યું હશે. એ. મંદિર ૧૭ મા સૈકા સુધી વિદ્યમાન હશે પછી ગમે તે કારણે નષ્ટ થયું હશે અને પ્રતિમા ને જમીનમાં પધરાવી દેવામાં આવી હશે. સં. ૧૮૯૯૯ી સાલમાં લુહારની કડમાંથી પ્રગટ થયેલી પ્રતિમાઓ આ જ હેવી જોઈએ.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org