________________
પાટણ તીર્થ દર્શન
[૪૩]
આ દેરાસરની ભમતીમાં પૂર્વ-પશ્ચિમ અને દક્ષિણ દિશામાં એકેક શિખર બંધી ગભારા યુક્ત દેવ કુલિકાઓ છે. ડાબી તરફની દેવ કુલિકા (દેરી)માં મૂળનાયક શ્રી કુંથુનાથ ભગવાન છે. એની નીચે સં. ૧૯૬૦ ના કાર્તિક શુદિ ૧૫ ને લેખ છે. એ સિવાય બે કાઉ ગિયા અને એક મંગલમૂર્તિ છે.
ભમતીને દક્ષિણ દિશાના ગભારામાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાન આદિ ૩ મૂર્તિઓ અને ધાતુની બે પ્રતિમાઓ છે. આ દેવ કુલિકા સં. ૧૯૪૭ના વૈશાખ શુદ ૩ સમવારે ધાણધારના શ્રાવકેએ મળીને બંધાવી અને મૂળનાયકની સ્થાપના કરી છે.
ભમતીમાં જમણી બાજુના ગભારામાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની મનહર એકલતીર્થી પરિકર સહિતની આરસની પ્રતિમા છે તેમાં સં. ૧૩૫ માં નાગર બરછીય શ્રી પાલુની કલ્યાણ માટે તેના ભાઈ વયજલે આ મૂર્તિ ભરાવ્યાને લેખ છે.
આ મંદિરને વહીવટ પાટણ, સિદ્ધપુર, પાલનપુર અને મેતાના શ્રાવકે મળીને કરે છે. અહીં બે માળની સુંદર ધ - શાળા છે. યાત્રિકોને વાસણ-ગે દડાની અને ભેજન–શાળામાં જમવાની સગવડ મળી રહે છે. કાર્તકી અને ચૈત્ર પુનમે તથા માગશર સુદ તેરસે મેળો ભરાય છે. દ ભીલડીયાજી તીર્થ છે
ઉત્તર ગુજરાત પ્રદેશ રળિયામણો છે. આ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જીલ્લામાં પાલનપુર, ડીસા અને રાધનપુર જેવા મેટાં નગર વસેલાં છે. આ પ્રદેશમાં ભીલડીયાજી જેવા તીર્થધામની પવિત્ર છાયા પથરાયેલી છે. અહીંના જેને ધાર્મિક અને શ્રદ્ધાળુ છે. મોટે ભાગે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org