________________
(૪]
પાટણ તીર્થ દર્શન
મધ્યમ વર્ગના સુખી માનવીઓ વસે છે. વિદ્યા સંસ્કારમાં પછાત તાં સમૃદ્ધિની ઝાંખી કરાવતા ગામમાં સુંદર મને નજરે પડે છે.
પાલનપુર-ડીસા-રાધનપુર-ગાંધીધામ વેસ્ટર્ન રેલવે લાઈનમાં ભલડી નામે સ્ટેશન થયું છે. ભીલડી સ્ટેશન રેલવેનું જંકશન છે. સ્ટેશનથી ૫-૬ ફર્લોગ દૂર ભીલડીયાજી તીર્થમંદિર છે. અમદાવાદ સુધી પાકી સડક છે. પાલનપુરથી પશ્ચિમ દિશામાં ભીલડી સ્ટેશન ૨૮ માઈલ, રાધનપુરથી પૂર્વ દિશામાં ૪૩ માઈલ અને ડીસાથી ૧૨ માઈલ દૂર છે. વળી ડીસાથી થરાદ જતી બસમાં ભીલડી જઈ શકાય છે. મારવાડના પ્રદેશમાંથી પણ સીધા ભીલડી આવી શકાય છે. ભીલડી સ્ટેશન ઉપર ભીલડીયાજી તીર્થની પેઢી તરફતી રેલવેના દરેક સમયે યાત્રાળુને તીર્થધામમાં લઈ જવાને માટે બળદ ગાડી અને પહેરેદાર–સિપાઈની વ્યવસ્થા છે.
આ તીર્થધામમાં વિશાળ ધર્મશાળા છે. ભોજનશાળાની પણ સુંદર વ્યવસ્થા છે. અહીંના પવિત્ર સ્વાથ્યપ્રદ વાતાવરણમાં માનસિક તેમજ શારીરિક સ્વસ્થતા અને શાંતિને લાભ મળે. છે. સ્ટેશનથી ઉતરીને તીર્થધામ તરફ જતાં દૂર દૂરથી જિનાલયના ઉન્નત શિખરે અને ધર્મશ ળાનું મકાન નજરે પડે છે.
નજીક જતાં મંદિરના શિખર ઉપરની ધજાઓ યાત્રાળુએનું સ્વાગત કરે છે. અને ઘંટડીઓના મધુર રણકારમાં મંગલગીત સંભળાય છે.
ભીલડી ગામ નાનું છે. અહીં બે જિનાલયે છે.
એક મંદિર શ્રી નેમિનાથ ભગવાનનું ગામમાં આવેલું છે. બીજું મદિર ગામ બહાર શ્રી ભીલડીયાજી પાર્શ્વનાથનું છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org