________________
પાટણ તીર્થ દર્શન
[૩૮]
બીજી પ્રતિમા પાટણમાં શ્રી અરિષ્ટનેમિના મંદિરમાં પ્રતિષ્ઠિત કરી અને ત્રીજી થાંભણ ગામમાં સેઢી નદીના કિનારે ઝાઝાંખરાવાળી ભૂમિમાં રાખેલી તે શ્રી પાર્શ્વનાથની અદ્વિતીય પ્રતિમાને ખંભાતમાં પ્રતિષ્ઠિત કરી. ધનેશ શ્રેષ્ઠીને સમુદ્રમાંથી આ જે ત્રણ પ્રતિમાઓ મળી, તે ગૌડદેશ નિવાસી આષાઢી શ્રાવકે ભરાવી હતી. ચારૂપના જૈન મંદિરમાં પડી રહેલા એક ખંડીત પરિકરના લેખ ઉપરથી એમ સમજાય છે કે – નાગૅદ્રગચ્છીય શ્રી શીલગુણસૂરિના સંતાનીય શ્રી દેવચંદ્રસૂરિએ ચારૂપ ગામના મહાતીર્થમાં શ્રી પાર્શ્વનાથના પરિકરની પ્રતિષ્ઠા કરી. ઇતિહાસ ઉપરથી જણાય છે કે નાગૅદ્રગચ્છીય શ્રી દેવચંદ્રસૂરિ વિક્રમના ૯મા સૈકાની શરૂઆતમાં થયા, જેમણે વનરાજ ચાવડાને આશ્રય આપે હતે.
પાટણના બીજા એક શિલાલેખ ઉપરથી જણાય છે કે શ્રીદેવચંદ્રસૂરિએ પાટણના વનરાજ વિહારમાં શ્રેષ્ઠી આસાકની મૂર્તિની પ્રતિષ્ઠા સં. ૧૩૦૧માં કરી હતી.
ચારૂપ ગામ તે બારમાં સૈકા પહેલાનું હોવા વિષે શંકા નથી. સિદ્ધરાજ સિંહને વીરાચાર્ય નામના જૈનાચાર્ય સાથે ગાઢ મંત્રી હતી, પણ મન દુખના કારણે તેઓ વિહાર કરી ગયા અને પિતાની વિદ્વતાથી માળવા વગેરે દેશમાં જઈને માન-કિર્તી સંપાદન ક્ષ્ય અને સિદ્ધરાજે તેમને પાટણ પધારવા માન ભર્યું નિમંત્રણ મોકલ્યું અને જશારે તેઓ ચારૂપ આવ્યા ત્યારે ગુર્જર નરેશે (સિદ્ધરાજે) તેમને ભારે સ્વાગત મહોત્સવ કર્યો હતે.
આ સમયે ચારૂપમાં સારી વસ્તી હોવી જોઈએ. ચૌદમાં સૈકા પછી અહીં એકથી વધારે જૈન મંદિર હતાં તેવા ઉલ્લેખ પણ મળે છે. મહામંત્રી વસ્તુપાળે ચારૂપમાં મંદિર બંધાવ્યાનો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org