________________
[૩૮]
પાટણ તીર્થ દર્શન
ઉત્તર ગુજરાત પંચ તીથી ચારૂપતીર્થ ૦
પાટણથી ૧૦ કિ.મી. દૂર આવેલું ચારૂપ આજે તે નાનું સરખું ગામ છે. પણ સેલંકી કાળમાં એ મેટું ગામ હશે અને એ સમયે અહીં જૈનેની વસ્તી પણ સારા પ્રમાણમાં હશે
જૈનેનું તીર્થ સ્થાન હવાથી (કાકોશી મેવાણું લાઈનમાં) ફલેગ સ્ટેશન થયું છે. સ્ટેશનથી બે માઈલના અંતરે શ્રી પશ્વિનાથ ભગવાનનું સુંદર વિશાળ મંદિર ચારૂપની શોભા વધારી રહ્યું છે.
મંદિરની સાથે જ એક ધર્મશાળા મેટા વંડામાં આવેલી છે. જ્યારે બીજી ધર્મશાળા વંડાની બહાર છે. યાત્રિકે માટે વાસણ-ગે દડાની બધી સગવડ મળે છે.
ચારૂપની તીર્થ તરીકેની મહત્તા આજની નથી, સદીઓ પહેલાની છે. ખાસ કરીને મંદિરના મૂળ નાયકના કારણે જ ચારૂપ મહાતીર્થ રૂપે પ્રસિદ્ધિ પામી ચૂક્યું છે. એ મૂર્તિ વિષેની હકીકતે જાણવા જેવી છે.
શ્રી પ્રભાચંદ્રાચાર્યે સં. ૧૩૩૪ માં રચેલા પ્રભાવક ચરિત્રમાં નીચે પ્રમાણે ઉલ્લેખ મળે છે.
- કાંતિ નગરીને ધનેશ શ્રાવક જ્યારે સમુદ્રમાં વહાણ દ્વારા મુસાફરી કરતો હતો ત્યારે સમુદ્રના અધિષ્ઠાયક દેવે તેનું વહાણ ભાવી દીધું. તે વ્યવહારીએ વ્યંતરના ઉપદેશથી તે દેવની પૂજા કરી. અને તે ભૂમિમાંથી ત્રણ પ્રતિમાઓ બહાર કાઢી, તેમાંથી એક ચારૂપ ગામમાં રાખીને તીર્થની પ્રતિષ્ઠા કરી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org