________________
પાટણ તીર્થ દર્શન
[૨૩]
શ્રી હેમચંદ્રાચાર્ય જન જ્ઞાન મંદિર
| આશરે ૫૦ વર્ષ પહેલાં પંજાબ કેસરી આચાર્ય શ્રી વિજયવલ્લવ્ય સૂરિજી પાટણ પધાર્યા હતા અને તે વખતે પૂ. પ્રવર્તક શ્રી કાતિ વિજયજી મહારાજ સાહેબ પાટણના જુદા જુદા મહેલ્લામાં આવેલા જ્ઞાન ભંડારો સમુદ્ધારનું કાર્ય કર્તા હતા, ત્યારે આચાર્યશ્રીએ એક જ મકાનમાં જ્ઞાનમંદિર બનાવવા પ્રેરણા કરી. મહેલે મહેલે સભાઓ થઈ, બહેનોએ ઘરેણાં આપ્યા અને શેઠશ્રી મેહનલાલ મોતીચંદની ભાવનાથી તેમના પુત્ર શ્રીયુત હેમચંદભાઈએ જ્ઞાન મંદિર બંધાવ્યું અને જ્ઞાનમંદિરને અનુરુપ કલિકાલ સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રના નામને જેડી સેનામાં સુગંધ ભેળવી. અને એ જ્ઞાન મંદિર ” હેમચંદ્રાચાર્ય જેને જ્ઞાન મંદિર ” ના નામથી પ્રસિધ્ધિ પામ્યું. ઈ. સ. ૧૯૩૭માં તે વખતના મુંબઈ રાજ્યના ગવર્નર શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીના શુભ હસ્તે તેનું વિધિસર ઉદ્દઘાટન થયું.
આજે આ જ્ઞાન મંદિરમાં ભાભી ના પાડાના અને ખેતરવસીના પાડાના જ્ઞાન ભંડાર સિવાયના તમામ – ૧૭ – જ્ઞાન ભંડારોને સંગ્રહ છે. આ જ્ઞાન ગ્રંથોને નંબરે આપી લેખડના મજબૂત ચાલીસ આ ટોમાં જે તે ભંડારેના નામ કરણ સાથે લાકડાની નાની નાની પેટીઓમાં સાચવવામાં આવ્યા છે જ્ઞાન ભંવરને સંપૂર્ણ વ્યવસ્થિત કરવાની બધી જ કામગીરી આગમ પ્રભાકર પૂ. મુનિ શ્રી પુણ્યવિજયજીએ કરી હતી.
જ્ઞાન મંદિરના ઉદ્દઘાટન પછી ઘણાં ગ્ર–કચ્છને ભંડાશ્રીમાન હેમચંદ મેહનલાલ તથા તેમના ભાઈઓ તરફથી ખરીદીને તેમાં મૂકવામાં આવ્યા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org