________________
[૩૬]
પાટણ તીર્થ દર્શન
શેઠ શ્રી ભેગીલા લહેરચંદ સાંસ્કૃતિક વિદ્યામંદિર -
ભારતના પ્રાચીન અને સુપ્રસિધ્ધ શહેરેમાનું એક તથા ગુજરાતની રાજધાનીનું શહેર પાટણ પ્રાચીન સમયમાં ભારળનું સાચું વિદ્યાપીઠ હતું. સિધરાજ અને કુમારપાળના સમયમાં પાટણની જાહોજલાલી પારાકાષ્ટાએ પહોંચી હતી. સંખ્યાબંધ વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓ તર્ક-વ્યાકરણ અને સાહિત્યનો તેમજ વિવિધ દર્શન શાસ્ત્રોને અભ્યાસ કરતા હતા. પણ સં. ૧૩૬૦માં પાટણનું પતન થયું. ઈસ્લામી સત્તાના સમયમાં પાટણ ભલે વિદ્યાધામ ના રહ્યું પણ પાટણના તે વખતના શ્રાવકેએ પાટણની જ્ઞાન-સમઝીને જ્ઞાન ભંડાર રૂપે સાચવી રાખી હતી. તે ભંડારમાં સચવાયેલ જ્ઞાન–સમુદ્રનું મંથન યથા ગ્ય રીતે થાય અને પાટણની એ ભવ્યતા ફરી પુન: જીવિત થઈ એની પરાકાષ્ટાએ પહોંચે એ હેતુથી સદૂગત દાનવીર શેઠ શ્રી ભોગીલાલ લહેરચંદ શાહની ઈરછાથી અને પ્રેરણાથી તેમના પુત્ર શ્રી પ્રતાપભાઈ તથા શ્રી મહેશભાઈએ આ સંસ્થાની સ્થાપના કરી છે.
હમણાં આ સંસ્થા કનાસાના પાડામાં આવેલ સ્વ. શેઠશ્રી ના મકાનમાં જ શરૂ કરવામાં આવી છે. ભવિષ્યમાં આ સંસ્થાનું જુદુ મકાન કનસડા દરવાજા બહાર આવેલ પ્રસિદ્ધ કાળકા માતાજીના મંદિરની સામે શેઠશ્રીની જ વિશાળ જમીનમાં બાંધવામાં આવનાર છે.
ભારત ભરનાં જ્ઞાન ભંડારમાં મોખરાનું સ્થાન ધરાવતા શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિરમાં સચવાયેલ જ્ઞાન વારસાને આ સંસ્થાના વિદ્વાને પ્રકાશમાં લાવશે અને પાટણની પ્રાચીન જ્ઞાન-પરંપરાને અવૃચ્છિન્ન રીતે આગળ ધપાવશે એવી આશા અસ્થાને નહીં ગણાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org