________________
પાટણ તીર્થ દર્શન
[૧૩]
આ મુખ્ય મંદિરને ફરતી એકાવન દેરીઓ છે. આ દેરીએનું ખાતમુહૂર્ત સં. ૨૦૧૩ના માગશર સુદ ૪ ના સુભ દિને નગરશેઠ શ્રી કેશવલાલ અમરચંદના સુપુત્ર શ્રી ભગવાનલાલના સુપુત્ર શ્રી વીરેન્દ્રભાઈના શુભહસ્તે થયું હતું.
આ દેરીઓમાં પધારવા માટે ૮૬ જેટલો જિનબિંબ ભસ્વામાં આવ્યા હતા અને આ જિનબિંબોની અંજનશલાકા વિધિ મહા મહોત્સવ પૂર્વક પ્રવર્તક પૂ શ્રી કાનિતવિજયજી મહારાજના શિષ્ય વિદ્વતવર્ય પૂ.શ્રી ચતુર વિજયજીના શિષ્યરત્ન આગમ પ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજના વરદ હસ્તે સં. ૨૦૧૬ના જેઠ સુદ ૫ ના મંગળ દિવસે થઈ હતી અને પ્રતિષ્ઠા પણ તેમના શુભહસ્ત સુદ ૬ ના રોજ ચતુર્વિધ સંઘની હાજરીમાં ભવ્ય રીતે થઈ હતી.
ખાતમુહૂર્તથી લઈને પાવન પ્રતિષ્ઠા સુધીનાં સર્વ મંગલમય મુહૂર્તે શાસન સમ્રાટ શ્રી વિજયનેમિસૂરિજીના પટ્ટધર પૂ. આ. શ્રી વિજયઉદરસૂરિજી મહારાજ તથા તેમના વિદ્વાન શિષ્ય શ્રી વિજયનન્દનસુરિજી મહારાજ પાસે જોવરાવવામાં આવ્યા હતા.
આ દહેરાસરના પ્રવેશદ્વાર પાસેના ગોખલાઓમાં દક્ષિણ દિશાના ૧લા ગોખલામાં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય અર્વાચીન મૂર્તિ છે. તેમની સામેના ઉત્તરના ગેખમાં આશાકમંત્રીની પ્રાચીન મૂર્તિ છે.
બીજા ગેખમાં પાર્શ્વનાથ ભગવાનના યક્ષપાની મૂર્તિ છે. તેની સામેના ગેખમાં યક્ષિણ પદ્માવતીની મૂર્તિ છે.
ત્રીજા ગેખમાં શીલગુણસૂરી મહારાજની અર્વાચીન મૂર્તિ છે. તેની સામેના ગોખમાં વનરાજની પ્રાચીન મૂર્તિ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org